તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અનુભવ વિના ગાર્ડનનાે હવાલો શા માટે સોંપાયો?

અનુભવ વિના ગાર્ડનનાે હવાલો શા માટે સોંપાયો?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુહારનું કામ સોનીને અપાયું : ચંદ્રકાંત શ્રીવાસ્તવ

ત્રણ અધિકારીઅોનાં ખાતામાં ફેરબદલ કરાઇ

પાલિકાનાપાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાઇરેકટર સહિત ત્રણ અધિકારીઅોનાં ખાતાંમાં કરાયેલા ફેરબદલ સામે વિપક્ષી નેતાએ વિરોધ નોંધાવ્યો છે. પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ)મ્યુ.કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી પાર્કસ એન્ડ ગાર્ડનના ડાઇરેકટર તરીકે કાર્યભાર સંભાળનાર વી આર ચીખલિયાની હોદ્દા માટે તેમની શૈક્ષણિક લાયકાતના આધારે પસંદગી થયેલી છે. જ્યારે જગાનો હવાલો હવાલાના આસિ.મ્યુ.કમિશનર(જ) ભુપેન્દ્ર શેઠને સોંપવામાં આવ્યો છે કે જે હોર્ટિકલ્ચરલ વિષયનું જ્ઞાન ધરાવતા નથી. એટલું નહીં, ઝાડ-પાનના અભ્યાસુને અવકાશી ગ્રહ મંડ‌ળની કામગીરી સોંપી છે તે લુહારનું કામ સોનીને અને સોનીનું કામ લુહારને સોંપવા જેવી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...