તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોકરમાં મોબાઇલ ચાર્જ કરવા મૂકીને હવે ચિંતામુકત ફરી શકાશે

લોકરમાં મોબાઇલ ચાર્જ કરવા મૂકીને હવે ચિંતામુકત ફરી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાએસ.ટી ડેપો ખાતે ડિજિટલ મોબાઇલ લોકર મૂકવામાં આવ્યું છે. 1 કલાકના 10 રૂપિયાને ભાડે ડિજિટલ લોકરમાં મોબાઇલ ચાર્જિંગ માટે મૂકીને ગમે ત્યાં ચિંતા વગર ફરી શકાય તે પ્રકારનું અનોખા લોકરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપો ખાતે આજે ત્રણ જેટલાં ડિજિટલ મોબાઇલ લોકર મૂકવામાં આવ્યા છે. બેન્કના લોકરની જેમ બનાવવામાં આવેલા લોકરમાં 1 કલાક સુધી 10 રૂપિયાના ભાડે મોબાઇલ ચાર્જ કરી શકાશે. 15 લોકર ધરાવતા એક ડિજિટલ મશીન એવાં ત્રણ લોકર મૂકવામાં આવ્યાં છે. ડિજિટલ લોકરમાં મોબાઇલ ચાર્જ કરવા માટે મૂકવા 10 રૂપિયાની સ્લિપ લીધા બાદ તે લોકરમાં મોબાઇલ મૂકી શકાય છે. ડિજિટલ મોબાઇલ લોકર કોઇ ખોલી શકે નહિ તે પ્રકારનાં સુરક્ષિત બનાવવામાં આવ્યાં છે. લોકર ખોલવા માટે રૂપિયા ભરેલી સ્લિપનાે બારકોડ સ્કેન કરવાનો રહશે. જેવો બારકોડ સ્કેન કરવામાં આવશે તેવો ડિજિટલ લોકર ખૂલી જશે અને મોબાઇલ ચાર્જિંંગ સાથે પરત લઇ શકાશે. રાજ્યભરના તમામ એસટી ડેપોમાં સૌપ્રથમ વડોદરા એસટી ડેપો ખાતે ડિજિટલ મોબાઇલ લોકર મૂકવામાં આવ્યા છે. શહેરમાં પણ પ્રકારના પ્રથમ લોકર છે. ડિજિટલ લોકરમાં મોબાઇલ ચાર્જિંગ માટે મૂકીને ચિંતા વગર ગમે ત્યાં ફરી શકાશે.

એસ.ટી ડેપો પર ડિજિટલ મોબાઇલ લોકર મૂકાયું

અન્ય સમાચારો પણ છે...