તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોરથી સીઝ કરેલા ખાતર અંગે કોઈ ફરિયાદ નોંધાઇ

પોરથી સીઝ કરેલા ખાતર અંગે કોઈ ફરિયાદ નોંધાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરજીઆઇડીસીના એક શેડમાં 2 અલગ અલગ નામથી કાર્યરત કંપનીમાં નકલી ખાતર બનતું હોવાની શંકા સાથે મંગળવારે સાંજે ગાંધીનગર કૃષિ વિભાગની ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડ્યાે હતો. તેમણે ખાતરની 700 થેલી તેમજ રો મટિરિયલ સીઝ કરી તપાસાર્થે નમૂના લઇ ખાતરની તપાસ શરૂ કરી છે. અલબત્ત, હજુ સુધી તેની સ્પષ્ટતા નહિ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ગાંધીનગર કૃષિવિભાગની ફ્લાઇંગ સ્કવોડે તા. 2 થી 6 જૂન દરમિયાન જુદા જુદા જિલ્લામાં ખાતર કંપનીઓની તપાસ કરી હતી. ટીમે મંગળવારે સાંજે પોર જીઆઇડીસીમાં આવેલી રાજદીપ કેમિકલ ફર્ટિલાઇઝર અને ઇન્ડો ઇઝરાયેલ એગ્રોટેક લિમિટેડમાં દરોડો પાડ્યો હતો. ટીમે કંપનીમાંથી ખાતરની 700 બેગ અને અન્ય 100 થી 150 બેગ ભરાય તેટલું રો મટિરિયલ સીઝ કરી તેના નમૂના લીધા હતા. ટીમે વરણામા પોલીસને પણ તપાસમાં સાથે રાખી હતી.

કૃષિ વિભાગના ડે. ડાઇરેક્ટર પી.બી. ખિસ્તીયાએ જણાવ્યું હતું કે, ખાતરના નમૂના જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલાશે. તેમાં કયાં કયાં તત્ત્વો છે તેની રિપોર્ટમાં ખબર પડશે.

ખાતરના નમૂના ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલાશે

પોર જીઆઇડીસીની કંપનીમાંથી ખાતરની 700 થેલી મળી હતી

અન્ય સમાચારો પણ છે...