તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરામાં હોસ્પિટલમાં બાળકોના ICU વોર્ડની છત મધરાતે ધરાશાયી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં હોસ્પિટલમાં બાળકોના ICU વોર્ડની છત મધરાતે ધરાશાયી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રીજા માળે આઇસીયુમાં બનેલી ઘટનાથી અફરાતફરી

હેલ્થ રિપોર્ટર | વડોદરા

મધ્યગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સયાજી હોસ્પિટલના બાળકો માટેના વોર્ડના ત્રીજા માળે આવેલ આઇસીયુ વિભાગની છતનો ભાગ ધરાશાયી થતાં શુક્રવારે મધરાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,ઘટનાની જાણ થતાં સયાજી હોસ્પિટલના ટોચના તબીબો અને સિક્યુરિટી સ્ટાફ આઇસીયુ વિભાગમાં પહોંચી ગયો હતો. સદ્નસીબે એકેય બાળકને ઈજા થઈ નહોતી. આબાદ રીતે બચી ગયેલા બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાંટ મળવા છતાં સયાજી હોસ્પિટલના સત્તાધીશો વિવિધ વોર્ડના રિપેરિંગ અને જરૂરી બાંધકામમાં કેટલી લાપરવાહી દાખવે છે બાબત તરફ ગંભીર અંગુલી નિર્દેશ કરતા ચોંકાવનારા બનાવની વિગતો એવી છે કે ‘સયાજી હેાસ્પિટલના બાળકોના વોર્ડની ઇમારતમાં ત્રીજા માળે ઘનિષ્ઠ સારવારની જરૂરિયાતવાળા બાળકોને આઇસીયુ વોર્ડમાં રાખવામાં આવે છે. આઇસીયુ વોર્ડમાં નવ જેટલા માસૂમ બાળકો સારવાર હેઠળ હતા તે સમયે શુક્રવારે મધરાતે વોર્ડની છતનો એક હિસ્સો ધરાશાયી થતાં વોર્ડમાં ધમાચકડી મચી ગઈ હતી. સગાંસંબંધીઓ તુરત બાળ દર્દીની ફરતે ગોઠવાઈ ગયા હતા. સયાજી હોસ્પિટલના ટોચના તબીબો, સુરક્ષાબળના જવાનો બાળકોના આઇસીયુ વોર્ડમાં ધસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો