તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુિન.માં ફાઇનાન્શિયલ સર્વિસ સંદર્ભે શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુિન.માં ફાઇનાન્શિયલ સર્વિસ સંદર્ભે શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીમેનેજમેન્ટ ફેકલ્ટીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના સહયોગથી આગામી દિવસોમાં કેરિયર ઇન ફાઇનાન્શિયલ માર્કેટ વિષય પર શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. સંદર્ભે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મેનેજમેન્ટ ફેકલ્ટી વચ્ચે ઔપચારિક મંજૂરી સંધાઇ ગઇ છે, જોકે સત્તાવાર રીતે એમઓયુ કરાશે અને તેને ફેકલ્ટી બોર્ડની મીટિંગમાં પાસ કરીને સિન્ડિકેટની લીલી ઝંડી માટે મોકલી આપવામાં આવશે.

મેનેજમેન્ટ અને ફાઇનાન્સને એકબીજા સાથે સંબંધ છે. એમાંય નાણાંકીય મેનેજમેન્ટ તો કંપની માટે બહુ મોટું જમા પાસું ગણાય છે. ફિલ્ડના નિષ્ણાતોની દેશ-વિદેશમાં ભારે માંગ છે. માંગને જોતાં એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન પ્રો. જાડેજાએ નેશનલ સ્ટોક એક્સચેન્જના સહયોગથી ફાઇનાન્શીયલ માર્કેટના સંદર્ભે શોર્ટ ટર્મ કોર્સ શરૂ થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી. જે સંદર્ભે તાજેતરમાં મેનેજમેન્ટ ફેકલ્ટી ખાતે કેરિયર ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નામનો પરિસંવાદ યોજ્યો હતો. જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના ગુજરાતના અધિકારી સૌમ્યજ્યોતિ ગુહાને આમંત્રિત કર્યા હતા. જેમણે એમબીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ માર્કેટિંગની ભારે માંગ તથા ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માટે દરેક માલિકને ફાઇનાન્શિયલ એડવર્ટાર્ઇઝરની જરૂર હોય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને એનએસઇ દ્વારા દેશભરની કોલેજ-ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતા ફાઇનાન્શિયલના શોર્ટ ટર્મ કોર્સીસ અંગે માહિતી આપી હતી. માહિતી બાદ મેનેજમેન્ટ ફેકલ્ટીએ આગામી દિવસોમાં ફાઇનાન્શિયલ માર્કેટ પર એક શોર્ટ ટર્મ કોર્સીસ શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું હતું.

સૌમ્યજ્યોતિ ગુહાએ જણાવ્યું હતું કે, એમબીએના સ્ટુન્ડન્ટ માટે ફાઇનાન્શિયલ માર્કેટ અંગેના શોર્ટ ટર્મ કોર્સીસ ઘણા ઉપયોગી છે. વિદ્યાર્થીઓને એનએસઇ દ્વારા ઓફર કરાતાં કોર્સીસ કરવાથી કારકિર્દીની ઉજળી તકો પ્રાપ્ત થઇ શકે છે. કોર્સીસના સંદર્ભે ફેકલ્ટી સાથે બેસીને ટૂંક સમયમાં ફાઇનલ કરીશું.

મેનેજમેન્ટ ફેકલ્ટીમાં NSE વચ્ચે સમજૂતી સધાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો