તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિવાદી જમીન વેચી દઇ ઠગાઇ કરનારની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદી જમીન વેચી દઇ ઠગાઇ કરનારની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમીનવિવાદીત હોવાનું જાણતાં હોવા છતાં રજીસ્ટર પાવર ઓફ એટર્ની, રજીસ્ટર બાનાખત અને વેંચાણ દસ્તાવેજ કરી આપી રૂા.1,42,05,000ની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે, પંકજભાઇ ઇશ્વરભાઇ પટેલના કુલમુખત્યાર કિશોરભાઇ પટેલેએ કોયલી ગામની જમીન વિવાદીત હોવાનું જાણતા હોવા છતાં કાવત્રુ રચીને ફરિયાદીને રજીસ્ટર પાવર ઓફ એટર્ની તથા રજીસ્ટર બાનાખત અને વેંચાણ દસ્તાવેજ કરી આપેલ અને ત્યાર બાદ વાંધા અરજી આપી હતી તેમજ જયેન્દ્રભાઇના નામનું ખોટુ બાંહેધરી પત્ર પણ આપ્યું હતું. અને જમીન પેટે રૂા.1,42,05,000ની માતબર રકમ મેળવી છેતરપિંડી કરી હતી.

માંજલપુર પોલીસે બનાવમાં આરોપી યોગેશ ઘનશ્યામભાઇ પટેલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો