તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 10 તળાવોમાં મત્સ્યઉદ્યોગ માટે 5 વર્ષનો ઇજારો અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 તળાવોમાં મત્સ્યઉદ્યોગ માટે 5 વર્ષનો ઇજારો અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવિવિધ વિસ્તારમાં 10 તળાવોને મત્સ્યઉદ્યોગ પ્રવૃતિ માટે ખાનગી ઇજારદારને હવાલે કરવા માટે સેવાસદને ટેન્ડર મંગાવ્યા છે.

શહેરમાં 31 તળાવો આવેલા છે અને ત્યાં તબક્કાવાર રીતે બ્યુટીફીકેશન હેઠળ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. સિવાય, તળાવોને ઉંડા કરવાની ગતિવિધિ માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી રહી છે. પરંતુ, સ્થિતિમાં હવે 10 તળાવોમાં પાંચ વર્ષ માટે મત્સ્ય ઉદ્યોગ પ્રવૃતિ માટે ઇજારો આપવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત, સિંધુસાગર તળાવ,તુલસીવાડીની તલાવડી,રાજારાણીનુ તળાવ, બાપો ગામનુ તળાવ,ખોડિયારનગર તળાવ,ગોત્રી ગામનુ તળાવ, કપૂરાઇ તળાવ,મહાદેવ તળાવ,દંતેશ્વર તળાવ અને કમલાનગર તળાવ માટે અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. પૂર્વ ઝોનના છ, દક્ષિણ ઝોનના ત્રણ અને પશ્ચિમ ઝોનના એક તળાવનો સમાવેશ કરાયો છે.

31 તળાવોનાં તબક્કાવાર બ્યુટિફિકેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો