તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • NSUI અને ABVP વચ્ચે મારામારી : ત્રણ ઘવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NSUI અને ABVP વચ્ચે મારામારી : ત્રણ ઘવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

3સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સંઘની યોજાનાર ચૂંટણીમાં પ્રચાર કરવાના મુદ્દે એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે કોમર્સ ફેકલ્ટી-સાયન્સ ફેકલ્ટી ખાતે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થતાં હોબાળો મચી ગયો હતો. કેમ્પસમાં ફરજ બજાવી રહેલા યુનિ.ની વિજિલન્સની ટીમની સામે બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છૂટાહાથની હિંસક મારામારી થતાં કેમ્પસમાં ચૂંટણી પહેલાં અરાજકતાનું વાતાવરણ છવાઇ ગયું છે.

યુનિ.માં પોલિટેક્નિક અને ટેક્નોલોજી ફેકલ્ટીમાં એબીવીપી-વીવીએસનો ગઢ ગણાય છે, જ્યારે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીએ એનએસયુઆઇ અને તેના સમર્થક ફેકલ્ટીના ગ્રૂપનો ગઢ ગણાય છે. ગઇકાલે ટેક્નોલોજી ફેકલ્ટીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ એનએસયુઆઇના કાર્યકર્તાને પ્રચાર કરતાં રોકતાં થયેલી માથાકૂટ બાદ આજે એનએસયુઆઇના કાર્યકર્તાઓએ કોમર્સ ફેકલ્ટી ખાતે પ્રચાર કરવા આવેલા એબીવીપીના નેતાઓને પ્રચાર કરતાં રોકતાં બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જેમાં એનએસયુઆઇના કાર્યકર્તાએ ખુરશી ઉછાળીને એબીવીપીના કાર્યકર્તા મોહિત રાજાવતને માથા પર વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોતાના કાર્યકર્તાને ગંભીર ઇજા પહોંચતાં એબીવીપીના કાર્યકર્તાએ તીક્ષ્ણ હથિયાર વડે વળતો હુમલો કરતાં એનએસયુઆઇના વ્રજ પટેલ અને રાકેશ પંજાબી ઇજાગ્રસ્ત બન્યા હતા. એબીવીપી અને એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓએ ગંભીર રીતે ઘવાયેલા પોતાના કાર્યકર્તાઓને એસએસજીમાં લઇ જઇને સારવાર અપાવી હતી. સારવાર બાદ એનએસયુઆઇ અને એબીવીપીના કાર્યકર્તાઓએ એકબીજા સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ ચૂંટણી પહેલાં પ્રચારના મુદ્દે સંગઠનો વચ્ચે મારામારીના બનાવો બન્યા છે.

યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વિજિલન્સની ટીમની સામે મારામારી થતાં કેમ્પસમાં અરાજકતાનું વાતાવરણ ફેલાયું છે. પ્રચાર કરવાના મુદ્દે એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે કોમર્સ ફેકલ્ટી-સાયન્સ ફેકલ્ટી ખાતે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ થતાં હોબાળો મચી ગયો હતો.

અરાજકતાનું વાતાવરણ | યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી પૂર્વે કેમ્પસમાં હથિયારોનું પ્રદર્શન

મારામારી ચાલુ રહેશે તો ચૂંટણી રદ થઇ શકે

યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થતાં એબીવીપી અને એનએસયુઆઇ જેવાં મોટાં વિદ્યાર્થી સંગઠનોએ પોતાના ઉમેદવારોની યાદી બનાવીને સમગ્ર કેમ્પસમાં ધૂમ પ્રચાર શરૂ કરી દીધો છે. એમાંય એકબીજાના પ્રભુત્વવાળી ફેકલ્ટીમાં પ્રચાર કરીને મતબેંકમાં સેંધ મારવાની રણનીતિ અપનાવી રહેલાં બંને સંગઠનોમાં હવે પ્રચારને લઇને હિંસક લડાઇ શરૂ થતાં યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા પર બ્રેક વાગે તેવા સંકેતો મળી રહ્યા છે.

કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ખુરશીઓ ઉછળી અને પાઇપોથી હુમલો કરાયો : સામસામે ફરિયાદો નોંધાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો