તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંજલપુરમાં સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ કરવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંજલપુરમાં સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ કરવા રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરનો વ્યાપ દિનપ્રતિદિન વધવા સાથે બાંધકામની પ્રવૃત્તિને વેગ મળ્યો હોઇ નાગરિકોને મકાન-મિલકતને લગતા દસ્તાવેજોના કામકાજ માટે શહેરના માંજલપુર વિસ્તારમાં નવી સબરજિસ્ટ્રાર કચેરી શરૂ કરવાની માગણી કરતો પત્ર પૂર્વ વિપક્ષી નેતા દ્વારા મુખ્યમંત્રીને લખીને રજૂઆત કરાઇ છે.

પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, શહેર અને તેની આસપાસ બાંધકામની પ્રવૃત્તિને વેગ મળ્યો છે. કાયદા મુજબ મિલકતનું ટાઇટલ ત્યારે ટ્રાન્સફર થાય જ્યારે તેનો દસ્તાવેજ સબરજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધવામાં આવે અને નિયમ મુજબની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, અગાઉ શહેર નાનું હતું ત્યારે કુબેર ભવન ખાતે ત્યારબાદ શહેરનો વ્યાપ વધતાં અકોટા વિસ્તારમાં સબ રજિસ્ટ્રારની કચેરી શરૂ કરાઇ હતી. હવે શહેરનો દક્ષિણ વિસ્તાર પણ એટલી ઝડપથી વિકસી રહ્યો છે ત્યારે દક્ષિણ વિભાગ માટે સબ રજિસ્ટ્રારની કચેરી હોવી જોઇએ. માંજલપુરના સર્વે નં.591, ફાઇનલ પ્લોટ નંં.202 જે ગુજરાત સરકાર અેટલે કે, કલેકટર હસ્તક જમીન છે. જમીનમાં સબ રજિસ્ટ્રારની કચેરીનું નિર્માણ થઇ શકે તેમ છે. જો સ્થળે સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ કરવામાં આવે તો ફાયદો થઇ શકે.

દક્ષિણ વિસ્તાર ઝડપથી વિકસી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો