તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મકરપુરા વડસરના આવાસો તોડવાના વિરોધમાં ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરપુરા-વડસરના આવાસો તોડવાના વિરોધમાં ધરણાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાનગરસેવાસદનના સત્તાધીશો દ્વારા શહેરના મકરપુરા અને વડસર વિસ્તારમાં આવેલા ગરીબોના આવાસો તોડી પાડવા ચાલી રહેલી કાર્યવાહીના વિરોધમાં પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ્ ગાંધીની આગેવાની હેઠળ શનિવારે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન સુશેન સર્કલ ખાતે ધરણાં યોજાયાં હતાં. એટલું નહીં, તા.21મીએ મહારેલીનું પણ આયોજન કરવામાં અાવ્યું છે.

શહેરના વડસર અને મકરપુરા વિસ્તારમાં અડધો ડઝનથી વધુ વસાહતો આવેલી છે અને અા જમીન પર સેવાસદને આવાસ યોજના સહિતની યોજનાઓની વિચારણા હાથ ધરી છે.સેવાસદનના પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ્ ગાંધીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લોભામણી સ્કીમો બનાવી સરકારની જમીનો કોડીના ભાવે માલેતુજાર બિલ્ડરોને પધરાવી દેવામાં આવી રહી છે. સરકારી જમીનો પર બનેલા ગરીબોના આવાસો તોડી પાડી ગરીબોને ઘરવિહોણા કરવામાં આવી રહ્યા છે. મકરપુરા અને વડસર વિસ્તારમાં આવેલા ગરીબોના આવાસો ધરાવતી વસાહતો જેવી કે, ગરીબનગર, ગોકુલનગર, સૂર્યનગર, શ્રીરામનગર, રાઠોડિયાવાસના આવાસો તોડી પાડવાની ગતિવિધિ શરૂ કરાઇ છે. ચોમાસામાં સરકારનાં ધારાધોરણ મુજબ કોઇ પણ મકાન તોડી શકાય નહીં અને મકાનો તોડવાનું પગલું ગેરકાયદે છે.

બંને વિસ્તારમાં છથી વધુ વસાહતો આવેલી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો