• Gujarati News
  • National
  • ટ્રેનોમાં ચોરીના બનાવો વધતાં મુસાફરોમાં ભય

ટ્રેનોમાં ચોરીના બનાવો વધતાં મુસાફરોમાં ભય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેનમાં ત્રણ મહિલાના માથા નીચે મૂકેલા પર્સની ઉઠાંતરી

ત્રણેના પર્સમાંથી રૂા. 41, 100ની મતાની ચોરી

ટ્રેનોમાંમુસાફરી કરતી 3 મહિલાઓના માથા નીચે મૂકેલા પર્સની ઉઠાંતરી થતાં રૂા.41, 100ની મતાની ચોરી થઇ જતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.

જલર્ગાંવના પ્રાચી દીપક નીયા ગત 26 મી માર્ચે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પોતાનું પર્સ માથા નીચે મૂકીને સૂઇ ગયા હતાં. વહેલી સવારે તસ્કર તેમના માથા નીચે મુકેલું પર્સ ઉઠાવી જતાં રૂા. 11,100નો મુદ્દામાલ ચોરી થઇ ગયો હતો.

અમદાવાદના અર્ચના રાજુ વાસુદેવ બાન્દ્રા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હતાં. તેમના માથા નીચે મૂકેલા પર્સમાં રૂા. 10,000ની તથા જામનગરના કલ્પના ખંડેરિયાએ ટ્રેનમાં મુસાફરી દરમીયાન પર્સમાં મોબાઇલ અને રોકડ મળી કુલ રૂા. 20,000ની મતા મળી ત્રણેય મુસાફરોએ રૂા.41 હજારની મતા ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...