• Gujarati News
  • National
  • વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ જુગારનો ખેલ ખેલાયો

વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ જુગારનો ખેલ ખેલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપક ઓપન એરના કંપાઉન્ડમાં જુગાર રમતા 10 જણની ધરપકડ

અસલમ બોડિયાના સાગરીતો દા‌ણા ફેંકી જુગાર રમતા હતા

વિશ્વમાં 27મી માર્ચેના દિવસે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી થવાની હતી, તેની પૂર્વ સંધ્યાએ શહેરની શાન સમા દીપક ઓપનએર થિયેટરના કંપાઉન્ડમાં જુગારીઓ પકડાયા હતા. શહેર એસઓજી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ.વ્યાસ સહિતની ટીમ રવિવારે 26 માર્ચે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નવાપુરામાં આવેલ દીપક ઓપન એર થિયેટરના કંપાઉન્ડમાં કેટલાક શખ્સ રોજ આખો દિવસ જાહેરમાં દાણા ફેંકી જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં દીપક ઓપન એર થિયેટરના કંપાઉન્ડમાં આવેલા મેલડી માતાના મંદિરના ઓટલા પર અસલમ બોડિયાનો સાગરીત અરુણ પ્રકાશ ખારવા જુગાર રમતાં ઝડપાઇ ગયો હતો. પોલીસે અરુણ ખારવા સહિત 10 શખ્સોને દાણા ફેંકીને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી અંગઝડતીના 36050 રૂપિયા તથા 10 મોબાઇલ અને 4 મોપેડ સહિત બે બાઇક મળીને 3,05,590 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે અરુણ પ્રકાશ ખારવા (રહે, નવાપુરા ખારવાવાડ), જયેશ નારાયણ બારોટ (રહે, સલાટવાડા), રાકેશ ચંદુ સોલંકી (રહે,નવાપુરા), મૂકેશ અશ્વિન ઠાકોર (રહે, મદનઝાંપા રોડ), અલ્પેન્દ્રસિંહ મહેરામણસિંહ મહિડા (રહે, માંડવી) , કિરણ કિશન મકવાણા (રહે, બકરાવાડી), દીપેશ નગીન ખારવા (રહે, મોટી ખારવાવાડ), ભરત જીવણ પરમાર (રહે, બકરાવાડી), સૂરજ રાજારામ રાજપૂત (રહે, બકરાવાડી), ધનસુખ ચીમન ખારવા (રહે, બરાનપુરા, )ને ઝડપી લઇ વધુ કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનિય છે કે 27મી માર્ચ, સોમવારના વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. ભૂતકાળમાં દિપક આપન એર થિયેટર શહેરની શાન સમાન હતું. ગઈકાલે સ્થળે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમને બદલે જુગાર રમાતો હતો. અસલમ બોડિયાનો સાગરીત અરુણ ખારવા સામે અગાઉ પણ મારામારી અને દારૂ -જુગારના ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં અરુણ ખારવા સામે 4 વખત પાસા અને 4 વખત તડીપારની કાર્યવાહી કરાઇ હતી.

વહેલી સવારથી જુગાર શરૂ થતો હતો

સૂત્રોનાજણાવ્યા મુજબ સવારે 6 વાગ્યાથી થિયેટરના કંપાઉન્ડમાં જુગારીઓનો ઝમેલો થઇ જતો હતો અને દાણા ફેંકીને જુગાર રમાડવામાં આવતો હતો. અરુણ ખારવા અગાઉ ઘડિયાળના કાંટા પર પણ જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું હતું.

થિયેટરમાંરંગભૂમિ સિવાય અનેક અસમાજીક પ્રવૃત્તિઓ થાય છે

નવાપુરામાંઆવેલ દીપક ઓપનએર થિયેટર પ્રત્યે રંગભૂમિ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને માન છે. ભૂતકાળમાં થિયેટર શહેરની શાન સમાન હતું. જો કે હવે દીપક ઓપન એર થિયેટરમાં રંગભૂમિની પ્રવૃત્તિ સિવાય અનેક પ્રવૃત્તિ થાય છે. દિવસે અને રાત્રે અસામાજિક તત્ત્વોનો ઝમેલો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...