• Gujarati News
  • National
  • અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હોબાળો થયો

અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હોબાળો થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફાઇ આયોગના કાર્યક્રમમાં પૂર્વ મેયર સાથે ઝપાઝપી થઇ

બીજાની તકરારમાં વચ્ચે પડતાં વાત વણસી

રાષ્ટ્રીયસફાઇ આયોગમાં રાજકોટના પૂર્વ મેયર મનહર ઝાલાની નિયુક્તિ થતાં અમદાવાદ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્ય સફાઇ નિગમના ઉપાધ્યક્ષ સુરેશ મકવાણા સ્ટેજ પર બોલવા ઊભા થતાં વિવાદ શરૂ થયો હતો.

કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્ય સફાઇ નિગમના અધ્યક્ષા દર્શના વાઘેલા અને સુરેશ મકવાણા વચ્ચે સ્ટેજ પર કોઇ મુદ્દે બોલાચાલી સાથે ઉગ્ર ઝઘડો થતાં વાત વણસી હતી. એક તબક્કે ઝપાઝપી થઇ હતી. સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી ઝઘડો થાળે પાડવા વચ્ચે પડતા ઝપાઝપીનો ભોગ બન્યા હતા. જો કે, સુનિલ સોલંકીએ અંગે જણાવ્યું હતું કે, મારી સાથે કોઇ ઝઘડો થયો નહોતો.હું ઝઘડો બંધ કરાવવા વચ્ચે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...