તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફાઇન આર્ટ્સની ફ્રેશર પાર્ટીમાં છાત્રાની છેડતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇન આર્ટ્સની ફ્રેશર પાર્ટીમાં છાત્રાની છેડતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં તાજેતરમાં યોજાયેલી ફ્રેશર પાર્ટીમાં દારૂની થયેલી ખુલ્લેઆમ પાર્ટી બાદ સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ દારૂ પીને વિદ્યાર્થિનીને છેડતી કરીને બિભત્સ ગાળો આપી હોવાની તેમજ ઘટના બાદ વિદ્યાર્થિનીએ ફેકલ્ટીના ડીન પ્રો. સંજય જૈનને લેખિતમાં વિદ્યાર્થી વિરુદ્વ ફરિયાદ કરી હોવાની પણ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બીજીબાજુ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ફ્રેશર પાર્ટી દરમિયાન બનેલી ઘટનાને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો છે.

ફાઇન આર્ટ્સ ફેકલ્ટી તેના શિક્ષણ કરતાં સતત અવનવા પ્રયોગો અને વિવાદ માટે વધુ જાણીતી બની છે. એમાંય ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં મોડી સાંજે ડિપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓ દારૂ પીતા હોવાની તેમજ ગાંજો-ડ્રગ્સ પણ લેતાં હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામી છે. આમા વિદ્યાર્થીઓની સાથે ઘણી વિદ્યાર્થિનીઓ પણ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ લેતી હોવાની પણ ચર્ચાઓ ઉઠતી આવી છે.

જોકે બાબતને કોઇએ ફેકલ્ટીના સત્તાધીશોએ જાહેરમાં સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી. આવામાં તાજેતરમાં એટલે કે 8મી ઓગષ્ટના રોજ સાંજે ફેકલ્ટીમાં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ફ્રેશર પાર્ટીમાં તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓએ ફ્રેશર પાર્ટીમાં ભાગ લીધો હતો, મોડી રાત સુધી ચાલેલી ફ્રેશર પાર્ટીમાં સ્કલ્પ્ચરના એક વિદ્યાર્થીએ દારૂ પીને પાર્ટીમાં હાજર એક વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂંક કરીને ગાળો ભાંડીને છેડતી કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

ઘટનાથી વિદ્યાર્થીઓમાં મચેલા હોબાળા બાદ ગેરવર્તણૂંકનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ સ્કલ્પ્ચરના વિદ્યાર્થી વિરુદ્વ ફેકલ્ટીના ડીન પ્રો. સંજય જૈનને લેખિત ફરિયાદ કરતાં મામલો વધુ તંગ બન્યો હતો. ગેરવર્તણૂંકનો મામલો બહાર આવે અને સમગ્ર યુનિ.માં તેની વિગતો બહાર આવે તે પહેલાં ફેકલ્ટીના ડીન પ્રો. સંજય જૈને આરોપી વિદ્યાર્થીને વિદ્યાર્થિની સમક્ષ હાજર કરીને વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવીને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. તો બીજીબાજુ ફેકલ્ટીના બીજા ડિપાર્ટમેન્ટમાં આને લઇને ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. ખાસ કરીને ફેકલ્ટીના ડીન પ્રો.સંજય જૈને સમગ્ર મામલાને વુમન્સ ગ્રિવન્સ સેલ તથા સેક્સયુઅલ હેરેસમેન્ટ કમિટીને સમક્ષ કેમ મૂક્યો તેને લઇને પણ તરહ-તરહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

- તો વુમન્સ ગ્રિવિયન્સ સેલને તપાસ સોંપાશે

^ફાઇનઆર્ટ્સ ફેકલ્ટીમાં ફ્રેશર પાર્ટી દરમિયાન વિદ્યાર્થિની સાથે થયેલી ગેરવર્તણૂંક કે છેડતી અંગે યુનિવર્સિટીને કોઇ ફરિયાદ મળી નથી. સંદર્ભે જો યુનિ.ને ફરિયાદ મળશે તો ચોક્કસ તેની તપાસ વુમન્સ ગ્રિવિયન્સ સેલને સોંપાશે. મામલે ફેકલ્ટી ડીન પાસેથી જાણકારી પણ લેવાશે. > ડૉ.નિરજા જયસ્વાલ, રજીસ્ટ્રાર.એમએસયુ.

સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ દારૂ પીને અપશબ્દો પણ ભાંડયા હોવાની ફરિયાદ

ગેરવર્તણૂક મામલે ડીને ફોન ઉપાડ્યો

ફેકલ્ટીમાં યોજાયેલી ફ્રેશર પાર્ટીમાં વિદ્યાર્થિની સાથે થયેલી ગેરવર્તણૂંક મામલે ફેકલ્ટી ડીન પ્રો. સંજય જૈનનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો