• Gujarati News
  • National
  • 18મી માર્ચે જાવેદ અખ્તર, પ્રફૂલ પટેલ ગુજરાત વિશે ચર્ચા કરશે

18મી માર્ચે જાવેદ અખ્તર, પ્રફૂલ પટેલ ગુજરાત વિશે ચર્ચા કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંઆગામી તા.18મી માર્ચને શનિવારના રોજ સાંજે 5:30 કલાકે બરોડા મેડિકલ કોલેજનાં ઓડિટોરિયમ ખાતે શ્યાહી ડોટ કોમ દ્વારા ‘યંગ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ‘ગુજરાત ટુડે એન્ડ ટુમોરો’ વિષય પર જાણીતા લેખક અને સ્ક્રિપ્ટ રાઇટર જાવેદ અખ્તર અને જાણીતા સ્પીકર પ્રફુલ પટેલ દ્વારા ચર્ચા કરવામાં આવશે.

કાર્યક્રમમાં જાવેદ અખ્તર લિટરેચર અને વર્તમાન યૂથ વિશે વાત કરશે. પ્રફુલ પટેલ ગુજરાત અને યૂથની સમસ્યા વિશે વાત કરશે. ‘યંગ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત બંને સ્પીકર સાથે પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ આજના યૂથનાં જીવનમાં લિટરેચર કેવી રીતે ઉપયોગી બની શકે તે વિષય પર ચર્ચા કરશે. કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ અને યૂથ જાવેદ અખ્તર અને પ્રફુલ પટેલને લિટરેચર અને તેમની સમસ્યા વિશેના પ્રશ્નો પણ પૂછી શકશે. ‘યંગ ગુજરાત’ કાર્યક્રમમાં સિટીના લોકો વિનામુલ્યે જોડાઇ શકશે.
અન્ય સમાચારો પણ છે...