• Gujarati News
  • National
  • આજથી તરસાલી, મકરપુરા, દંતેશ્વરમાં 2 િદવસ પાણીકાપ

આજથી તરસાલી, મકરપુરા, દંતેશ્વરમાં 2 િદવસ પાણીકાપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમા તળાવ ચાર રસ્તા પાસે સ્કાડા આધારિત વાલ્વ અને ફલો મીટર બેસાડવાની કામગીરીના પગલે સોમવારથી બે દિવસ સુધી ત્રણ પાણીની ટાંકી અને ત્રણ બુસ્ટરના સ્ત્રાવ વિસ્તારમાં પાણી પૂરુ પાડવામાં આવશે નહીં ને તેના કારણે 1 લાખ નાગરિકોને પાણી મળશે નહીં.

સોમવારે સોમા તળાવ ચાર રસ્તા પાસે વાલ્વ અને ફલો મીટર બેસાડવાની કામગીરી કરવામાં આવશે અને તેના કારણે કપૂરાઇ ટાંકી, તરસાલી ટાંકી, જાંબુવા ટાંકી તેમજ મકરપુરા એરફોર્સ બુસ્ટર, સોમા તળાવ બુસ્ટર અને મકરપુરા બુસ્ટરમાંથી પાણી મેળવતા વિસ્તારોમાં પાણી પૂરુ પાડી શકાશે નહીં. સોમવારે સાંજે અને મંગળવારે સવારે તરસાલી શરદનગર, શાંતિનગર, આકાશવાણીથી મકરપુરા રોડ, દંતેશ્વર, જાંબુવા ગામ, માણેજા જશોદાનગર રોડ, ડભોઇ રોડ, વડસર ગામ,માંજલપુર અલવાનાકા, પ્રતાપનગરથી બરોડા ડેરી, સુશેન ચાર રસ્તા, સોમા તળાવ અને તેની આસપાસમાં પાણી મળશે નહીં. અેટલુ જ નહીં, બુધવારે સવારે પણ આ 1 લાખ નાગરિકોને હળવા દબાણથી અને મોડુ પાણી મળશે. તેમ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...