• Gujarati News
  • National
  • વડોદરાની ભાખરવડી જેવો ટેસ્ટ બીજા સિટીમાં માણવા ક્યારેય નહીં મળે

વડોદરાની ભાખરવડી જેવો ટેસ્ટ બીજા સિટીમાં માણવા ક્યારેય નહીં મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાખરવડીમાં કેલેરી સાથે લોટને કારણે ભરપૂર કાર્બોહાઇડ્રેટ પણ પ્રાપ્ત થાય છે. જે શરીર માટે જરૂરી છે.

ભાખરવડી વિવિધ સ્થળે મળે છે પરંતુ વડોદરા જેવો ટેસ્ટ બીજે આવતો નથી.

ગાર્લિક ભાખરવડી શીયાળાની સિઝનમાં ખાવાથી શરીરમાં ગરમાટો રહે છે.

ભાખરવડી લાંબા સમય સુધી સાચવીને રાખી શકાય છે. તેના બગડવાના ચાન્સ ઘણાં ઓછા છે.

ભાખરવડી હવે મિની સ્વરૂપમાં સાથે ચિઝ ફ્લેવરમાં પણ મળે છે.

સિટી રિપોર્ટર | વડોદરા

ભાખરવડીગુજરાતમાં સોથી વધુ ખવાતી ફરસાણની વાનગી છે. વડોદરાની વાત કરીએ તો શહેરની દરેક ફરસાણની દુકાન કે માર્ટમાં લિજ્જદાર વાનગી અચૂક મળી રહેશે. એટલું નહીં પણ અહીંની ભાખરવડી વિદેશોમાં પણ વખાણાય છે. ટેસ્ટમાં સ્પાઇસી ભાખરવડી ફેેસ્ટિવલ દરમિયાન પણ દરેક ઘરમાં બનાવાય છે. કહેવાય છે કે, ફરસાણની દુકાન ખોલવી હોય તો ભાખરવડી તો તેમાં રાખવી પડે. વડોદરાની ભાખરવડી કોઇપણ જગ્યા કરતાં આગવો સ્વાદ ધરાવે છે. વિવિધ પ્રકારના મિશ્રણથી બનતી ભાખરવડીને મેંદો અને બેસન સરખા પ્રમાણમાં લઇ તેલ ભેળવી ગુલ્લાં તૈયાર કરી બનાવવામાં આવે છે. ભાખરવડીનું સ્ટફિંગ બનાવવા માટે તેલમાં તલ, કડીપત્તાના પાન, ખસખસ, લારીયેળનું છીણ, ઘાણાજીરૂ પાવડર વગેરેને શેકી ડ્રાય મસાલા જેવા કે ગરમ મસાલો, આદુની પેસ્ટને શેકી મિક્શરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે. ગુલ્લાંને રોટલીના શૅપમાં બનાવી તેની પર ક્રશ કરેલો મસાલો સ્પ્રેડ કરવામાં આવે છે. ડ્રાય મસાલા રોટલી પર સરખી રીતે ચોટે તે માટે પહેલા લિંબુનો સર તેની પર સ્પ્રેડ કરવામાં આવે છે. ત્યાર બાદ રોટલીને રોલ કરીને અડધા ઇંચના ટુકડા થાય તે રીતે કટ કરવામાં આવે છે. ડીપ ફ્રાય કરાય તેટલા ગરમ તેલમાં ભાખરવડીને તળવામાં આવે છે. ભાખરવડીના વિવિધ વર્ઝન પણ બજારમાં મળે છે. જેમાં મીની ભાખરવડી, ગાર્લિક ભાખરવડી, મસાલા ભાખરવડી વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...