• Gujarati News
  • National
  • આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ દ્વારા સ્પર્ધકોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર કરી

આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ દ્વારા સ્પર્ધકોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલા મહાકુંભ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલની ગીત તથા સમૂહ ગીતની સ્પર્ધાઓ તા. 31 જુલાઇના રોજ યોજવામાં આવશે. જેમાં સિટીના 9 ઝોનમાંથી પ્રથમ ક્રમાંકે જીતેલા તમામ સ્પર્ધકો ભાગ લેશે. સ્પર્ધકો પૈકી જે સ્પર્ધકો જીતશે તે તમામને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. જે અન્ય જીલ્લાઓ સામે વડોદરા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્થા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

વડોદરા | કલામહાકુંભમાં શનિવારે ડિસ્ટ્રિક્ટ લેવલની સુગમ સંગીતની સ્પર્ધાઓ જ્યારે તાલુકા કક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓના વિનર્સ વચ્ચેની સ્પર્ધા પણ બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કુલ ખાતે યોજવામાં આવી હતી. સિટીના 9 ઝોનના વિજેતા સ્પર્ધકોએ સુગમ સંગીતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જીતેલા તમામ સ્પર્ધકો હવે પ્રદેશ એટલેકે, વિવિધ જિલ્લાઓ વચ્ચે યોજાનાર સ્પર્ધાઓમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે વડોદરાના તાલુકાઓમાં પણ કલા મહાકુંભની ફોક નૃત્યો, શાસ્ત્રીય નૃત્યો તથા ગરબા અને રાસની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાના સ્પર્ધકોએ સુંદર પ્રસ્તુતિઓ કરી હતી.

સિટીના ડાન્સર્સ આદિવાસી કોસ્ચ્યુમ્સ જોવા આવ્યા

Kala Mahakumbh

અન્ય સમાચારો પણ છે...