• Gujarati News
  • National
  • વડોદરાની ચાર છોકરીઓ રાષ્ટ્રીય ટીમમાં રમી શકે તેમ છે

વડોદરાની ચાર છોકરીઓ રાષ્ટ્રીય ટીમમાં રમી શકે તેમ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાવિશ્વકપ ક્રિકેટ ફાઇનલ સુધી પહોંચેલી ભારતીય ટીમના કોચ તુષાર અરોઠેએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના સારા દેખાવથી બીસીએ મહિલા ક્રિકેટ ટીમનું ભવિષ્ય ઉજળું બન્યું છે. 2009 અને 2011માં અને 2012માં તે ભારતીય મહિલા ટીમના કોચ તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકયા છે.બીસીએ કાર્યાલય ખાતે બીસીએના હોદ્દેદારો દ્વારા તુષાર અરોઠેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અરોઠે બીસીએની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહી ચૂકયા છે. તેમણે જણાવ્યું હતું કે અમારી નજર હવે આગામી ટી-20 વર્લ્ડકપ 18 પર છે,હાલ તો ટીમને આરામ કરવા કહેવાયું પણ આરામ પત્યા બાદ પ્રેક્ટિસમાં લાગી જવા કહેવાયું છે.આ ‌વખતે પૈસા પણ સારા એવા મળ્યા છે એટલે મોટાભાગની ખેલાડીઓને ટ્રેનર રાખવા કહેવાયું છે.પણ હજુ પણ સારો દેખાવ ભારતીય ટીમે કરવો હોય તો સ્પોર્ટ્સ મનોચિકિત્સક રાખવો જોઈએ.

વડોદરાની કોઈ ખેલાડીને હાલની ભારતીય ટીમમાં તક મળી નથીω

તુષારઅરોઠેએ જણાવ્યું હતું કે બાબત તો સિલેકશન કમિટીના હાથમાં છે પણ રાધા યાદવ, તરન્નુમ,પલક પટેલ અને નેન્સી સારો દેખાવ કરી ભારતીય ટીમ સુધી પહોંચી શક છે. મહિલાઓ માટે મેચનું આયોજન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે તે પણ એક કારણ છે.

BCAની મહિલા ટીમનું ભવિષ્ય ઘણું સારું છે : તુષાર અરોઠે

ભારતીય મહીલા ક્રિકેટ ટીમના કોચ તૂષાર અરોઠેનું BCA દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...