• Gujarati News
  • National
  • મ્યુઝિયમનું મહિનાનું સરેરાશ વીજ બિલ 47 હજારથી ઘટીને 23 હજાર જેટલું થવાનો અંદાજ

મ્યુઝિયમનું મહિનાનું સરેરાશ વીજ બિલ 47 હજારથી ઘટીને 23 હજાર જેટલું થવાનો અંદાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્થાઓ 50 ટકા હિસ્સો સૌર ઊર્જાથી વાપરી શકે છે

નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં પણ સૌર પેનલો ફિટ કરાશે

વડોદરાના123 વર્ષ જૂના બરોડા મ્યુઝિયમમાં સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત એનર્જિ ડેવલપમેન્ટ ઓથોરિટી (જેડા) દ્વારા સોલર લાઇટ્સ ફિટ કરવામાં આવશે. માટેની પ્રોસેસ બરોડા મ્યુઝિયમ દ્વારા શરૂ કરાઇ છે.

તાજેતરમાં બરોડા મ્યુઝિયમની જેડાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મ્યુઝિયમની બિલ્ડિંગનો પ્રાથમિક સરવે કરવામાં આવ્યો હતો અને ક્યાં સોલર લાઇટ્સ માટેની પ્લેટ્સ ફિટ કરી શકાય તેની શક્યતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. હાલમાં મ્યુઝિયમનું મહિનાનું સરેરાશ બિલ 47 હજાર રૂપિયાની આસપાસ થાય છે. તેથી બિલ ઘટીને 23 હજાર જેટલું થઇ જશે એવો અંદાજ મૂકાયો છે. જેડાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલમાં એક કિલોવોટની સિસ્ટમ ફિટ કરવાનો ખર્ચ 47000ની આસપાસ આવે છે. હિસાબે મ્યુઝિયમમાં ખર્ચ 8 લાખની આસપાસ આવે તેવી ગણતરી છે.

ઘર માટેની સૌર ઊર્જામાં તમામ વીજબિલ સૌર ઊર્જામાંથી વાપરી શકાય છે.સંસ્થા કે એનજીઓ વિજબિલનો 50 ટકા હિસ્સો સૌર ઊર્જાથી વાપરી શકે છે. જ્યારે બીજા બાકીના સૌર ઊર્જાથી મળતી વીજળીને યુનિટ દીઠ રૂ 3.22 લેખે ચૂકવણી કરે છે.

જેડાના અધિકારીના જણાવ્યા મુજબ 20 દિવસમાં નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમા પણ સૌર પેનલો ફિટ કરાશે. માટે 337 કિલોવોટ વીજળી પેદા કરી શકે તેવી ક્ષમતાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. વીજ લાઇનનાં મીટર્સ પણ બદલાઇ જશે.

ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયમની વડી કચેરીની મંજૂરી લેવામાં આવશે

^મ્યુઝિયમમાંસોલર પેનલો માટે જેડા તરફથી ઓફર મળ્યા બાદ ઉચ્ચ કચેરીએ મંજૂરી માટે ફાઇલ મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ત્યારબાદ આરએનબી વિભાગ દ્વારા મ્યુઝિયમના બાંધકામનું ચેકિંગ હાથ ધરાશે. મંજૂરી બાદ સોલર પાવર માટેની પેનલ્સ ફિટ કરાશે. > વિજયપટેલ, ક્યુરેટર,બરોડા મ્યુઝિયમ.

હવે બરોડા મ્યુઝિયમમાં સૌર ઊર્જાથી પ્રકાશ રેલાશે

અન્ય સમાચારો પણ છે...