તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની અાગાહી: તંત્ર સતર્ક

આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની અાગાહી: તંત્ર સતર્ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદ થશે તો શહેરમાં 144 સ્થળે તો પાણી ભરાશે

ગુરુવારે વાદળિયા માહોલ વચ્ચે સવારે,બપોરે અને સાંજે એમ ત્રણ ટાઇમ શહેરમાં હળવો વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. દિવસભર રહેલા વરસાદી માહોલને કારણે ગરમીનો પારો બુધવારની સરખામણીમાં 5 ડિગ્રી ગગડી 30.2 ડિગ્રી થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી 4 દિવસ સુધી વડોદરામાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહી દરમિયાન શહેરમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

ભારે વરસાદ પડે તે સંજોગોમાં 144 સ્થળોએ પાણી ભરાય છે અને તેની કબૂલાત ખુદ પાલિકા કરી રહ્યું છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરીજનોને વૈકલ્પિક માર્ગનો રૂટ પસંદ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થશે.

ગુરુવારે હળવા વરસાદને પગલે ગરમી ઘટીને 30.2 ડિગ્રી થઇ

દક્ષિણ રાજ્સ્થાનમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન વરસાદ લાવશે

અન્ય સમાચારો પણ છે...