તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાતી ફિલ્મમાં ગીતની ઉઠાંતરીનો વિવાદ વકર્યો

ગુજરાતી ફિલ્મમાં ગીતની ઉઠાંતરીનો વિવાદ વકર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િડબી સ્ટાર રિપોર્ટર ऑ| વડોદરા

ઢોલિવૂડફિલ્મ શુભ-આરંભમાં શંુ ફેર પડે છે? નામનું ગીત પોતાનું હોવાનો વડોદરાના કવિએ દાવો કરીને વડોદરા પોલીસ કમિશનર સમક્ષ સ્ક્રીન પ્લે રાઇટર સામે ફરિયાદ નોંધાવતાં ફિલ્મ અને કલાજગતમાં હોબાળો મચી ગયો છે. વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતાં પ્રદીપ ભીન્ડેએ આજે પોલીસ કમિશનરને મામલે ફરિયાદ આપીને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંતર્ગત કાર્યવાહી કરવાની માગણી કરી છે.

વડોદરાના ગોત્રીના રહીશ પ્રદીપ ભીન્ડેએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ગુજરાતી કવિતા શું ફેર પડે છેમાં નહીવત શબ્દોનો ફેર કરીને સ્ક્રીનપ્લે રાઇટર અભિનય બેંકર દ્વારા શબ્દે-શબ્દની ગેરકાયદે ઉઠાંતરી કરી પોતાના પિતા બી.ડી. બેંકરના નામે ચઢાવી દીધી છે. જોકે તેમની પોલીસમાં કરેલી અરજીની હજુ તપાસ શરૂ થઈ નથી.

ફરિયાદ સાથે કયા કયા પુરાવાઓ આપ્યા?

શુભ-આરંભફિલ્મના યુ ટ્યુબ પરના પ્રોમોઝનો સ્ક્રીન શોટ જેમાં બીડી બેંકરના નામનો ઉલ્લેખ છે અને ફેસબુક પેજનો સ્ક્રીન શોટ.

પગલાં લેવાવાં જોઇએ

^મારા ગીતની ઉઠાંતરી કરવામાં આવી છે. તેથી મારી માગણી છે કે ઉઠાંતરી બાજ સામે પગલાં લેવાવા જોઇએ અને મને મારા કામની ક્રેડિટ આપવી જોઇએ. > પ્રદીપભીન્ડે, કવિ.

કવિતા જુલાઇ-1982માં ગુજરાતી મેગેઝિન અભિષેકના અંકમાં પ્રકાશિત થઇ હતી. અંક અને તેમાં છપાયેલી કવિતા પણ તેમની પાસે આજે પણ મોજૂદ છે.

કવિ પ્રદીપ ભીન્ડેઅે દાવો કર્યો છે કે શુભ-અારંભ ફિલ્મનું અેક ગીત તેમની કવિતાની ઉઠાંતરી છે. જેનો વિડીયો વર્ષ 2017ના યુટ્યૂબ વિડીયો પર જોવા મળે છે.

શું ફેર પડે છેऒ? તે ગીતની ઉઠાંતરીથી લેખકને ફેર પડ્યો

કવિની ફિલ્મના સ્ક્રીન રાઇટર સામે પોલીસમાં અરજી

મૂળ ગીત-1982

ઉઠાંતરી-2017

અન્ય સમાચારો પણ છે...