તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટ્સઅેપ ડીપીનો બ્લેકઅાઉટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િડબી સ્ટાર રિપોર્ટર ऑ| વડોદરા

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અમરનાથ યાત્રિકોને સાચી શ્રધ્ધાંજલિ આપવા તથા કાશ્મીરના આતંકવાદના વિરોધમાં શહેરના અનેક મોબાઈલ ધારકોએ વોટ્સએપ ગૃપમાં પોતાના ડિસ્પ્લે પિક્ચરનો બ્લેક આઉટ સર્જીને આધુનિક ઢબે રોષ વ્યક્ત કર્યો છે. અનેક લોકોએ વોટ્સએપ ડી.પી.માંથી પોતાની તસવીર અથવા રંગબેરંગી ફોટા હટાવીને કાળો રંગ પાથરી દીધો છે. કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદનો વિરોધ વ્યક્ત કરવા માટે તદ્દન નવા માધ્યમનો ઉપયોગ કરીને મોબાઈલ ધારકોએ હિંસાના વિરોધમાં એકજૂટ હોવાનો પુરાવો પ્રસ્તુત કર્યો છે. એક દિવસ માટે ડિસ્પ્લે પિક્ચરનો બ્લેક આઉટ સર્જીને તેઓએ આતંકી હુમલામાં માર્યા ગયેલા શ્રધ્ધાળુઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ પોતાની વોટ્સએપ ડી.પીમાં કાળા રંગ ઉપર મીણબત્તીના આછા પ્રકાશ વાળો ફોટો મુકીને શ્રધ્ધાંજલિ વ્યક્ત કરી છે. નવતર અભિગમને વોટ્સએપના અનેક ગૃપે અપનાવ્યો છે. અને 24 કલાક માટે ડીપીને બ્લેકઅાઉટ સર્જયો છે.

હજારો લોકોઅે અેક દિવસ માટે વોટ્સઅેપ ડીપીમાં કાળો રંગ મૂક્યો

અનોખો વિરોધ

યાત્રિકો ઉપર અાંતકી હુમલાના વિરોધમાં

અન્ય સમાચારો પણ છે...