તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેડિશનલ માર્કેટથી જુદું અને સબસિડિઅરી હોય તે સ્ટાર્ટઅપ

ટ્રેડિશનલ માર્કેટથી જુદું અને સબસિડિઅરી હોય તે સ્ટાર્ટઅપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટાર્ટઅપ કરતા પહેલા ગવર્નમેન્ટનાં લીગલ આસ્પેક્ટ વિશેની માહિતી રાખવી જરૂરી છે. કારણ કે, લીગલ આસ્પેક્ટ વિશેનું નોલેજ રાખવાથી સ્ટાર્ટઅપનો પ્રોપર-વે માં વિકાસ કરી શકાય છે. સાથે ગવર્નમેન્ટની કોઇ સ્પેશીયલ સ્કિમનો લાભ મેળવી શકાય છે. સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા ગવર્નમેન્ટ મેન્ટરશીપ અને ફંડીગની સુવિધા પુરી પાડે છે.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ પોલીસી વિશે વાત કરતા નિખિલ સુથારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત નવા સ્ટાર્ટઅપને ત્રણ વર્ષ સુધી ટેક્સ માથી રાહત આપે છે. જે ત્રણ વર્ષ સ્ટાર્ટઅપે જાતે સિલેક્ટ કરવાનાં હોય છે. સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા સ્ટાર્ટઅપને 20 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. જેનો દરેક સ્ટાર્ટઅપે લાભ લેવો જોઇએ.

મોટાભાગનાં લોકો સ્ટાર્ટઅપ વિશે ગેર માન્યતા ધરાતા હોય છે. ઘણા લોકો સ્ટાર્ટઅપ અંતર્ગત કોઇ પણ રજિસ્ટ્રેશન વગર પ્રોડક્શન ચાલુ કરતા હોય છે. જે સરકારી રીતે ગેરમાન્ય હોય છે. નવા સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન સ્ટેટ ગવર્નમેન્ટનાં વેબ પોર્ટલ પરથી પણ કરાવી શકાય અને કોઇ નોડલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ કરાવી શકાય છે.

સિટી રિપોર્ટર | વડોદરા

આધુનિકયુગમાં મોટાભાગનાં સ્ટુડન્ટ્સ રીસર્ચ પ્રોજેક્ટને સ્ટાર્ટઅપ તરીકે રજૂ કરતા હોય છે. પરંતુ તે માટે તેમણે સ્ટાર્ટઅપની ડેફિનેશન સમજવી જરૂરી હોય છે. તેમ આઇપ્લેક્ષ ખાતે યોજાયેલ સ્પીકર નિખિલ સુથારે જણાવ્યું હતું. સ્ટાર્ટઅપની ડેફિનેશન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જે બિઝનેસ યુનિક અને ટ્રેડિશન માર્કેટથી અલગ હોય, તે કોઇપણ કંપનીની સબસિડિઅરી કંપની હોય તેને સ્ટાર્ટઅપ તરીકે ગણવામાં આવે છે. ટોકમાં તેમણે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટની સ્ટાર્ટઅપ પોલીસી વિશે પણ વાત કરી હતી. યોજાયેલ ટોકમાં વિવિધ પ્રકારના ક્ષેત્રોના લોકોએ ભાગ લીધો હતો. જેમાં ફૂડ, એન્જિનીયરીંગ, સ્પેસ, ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોના લોકોએ ભાગ લઇ વિવિધ પાસાનું નોલેજ લીધું હતું.

Startup Talk

અન્ય સમાચારો પણ છે...