તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અખિલ ભારતીય દ્વિભાષી મુશાયરાનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું

અખિલ ભારતીય દ્વિભાષી મુશાયરાનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ભારતીય દ્વિભાષી મુશાયરાનું આયોજન વડોદરામાં થવા જઇ રહ્યું છે ત્યારે તેમાં વડોદરાના કવિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મિનાક્ષી ચંદારાણા, અશ્વિન ચંદારાણા, હામીદ સદફ, અઝીઝ કાદરી તથા શકીલ પણ ભાગ લેશે. જ્યારે સમગ્ર મુશાયરાનું સંચાલન પણ વડોદરાના શાયર મન્ઝુર સાદિક સાલેરી દ્વારા કરવામાં આવશે.

સિટી રિપોર્ટર | વડોદરા

ગુજરાતસરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સંસ્કૃતિકુંજ પ્રતિષ્ઠાન ગાંધીનગરના ઉપક્રમે રવિવારને તા.16 જૂલાઇના રોજ શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે અખિલ ભારતીય દ્વિભાષી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ પ્રસિધ્ધ કવિઓ પોતાની રચનાઓ પ્રસ્તુત કરશે. કવિસંમેલનમાં ગુજરાતી તથા હિન્દી એમ બન્ને ભાષાઓના પ્રસિધ્ધ કવિઓ ભાગ લેશે. જેમાં બિહાર, હળવદ, કડી, મુંબઇ, ગોધરા, દાહોદ, લખતર, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પાલનપુર, અમદાવાદના કવિઓ હાજર રહી પોતાની બે ભાષાઓની કવિતાઓ, ગઝલો તથા અન્ય પદ્ય કૃતિઓની પ્રસ્તુતી કરશે. નોંધનિય છે કે વિશ્વ કક્ષા સુધી પ્રસિધ્ધિ પામેલા 20 જેટલાં કવિઓને એક મંચ પર માણવાનો મોકો કવિસંમેલન દ્વારા શહેરજનોને મળશે.

Kavi Sammelan

અન્ય સમાચારો પણ છે...