તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પત્નીએ 7 વર્ષથી શરીરસુખથી વંચિત રાખ્યો : છુટાછેડા આપો

પત્નીએ 7 વર્ષથી શરીરસુખથી વંચિત રાખ્યો : છુટાછેડા આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરમાં રહેતા સંજય અને ગોત્રી રોડ ઉપર રહેતી પ્રાચીએ (બંનેનાં નામ બદલ્યાં છે) સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નબાદ માસ સુધી સંજય અને પ્રાચીનો સંસાર સુખરૂપ ચાલ્યો હતો. સંજય પત્ની પ્રાચીને ખૂબ પ્રેમ કરતો હોવાથી તેની તમામ માંગણી પૂરી કરતો હતો. પ્રાચીએ જુદા જુદા બહાના હેઠળ કંકાસ શરૂ કરી દીધો હતો. શહેરના એક શો રૂમમાં ઊંચા પગારે નોકરી કરતી પ્રાચીએ એટલી હદ વટાવી દીધી હતી કે તેણે સંજયનાં વૃદ્ધ માતાપિતાને પણ ઘરનું કામકાજ કરવાની ફરજ પાડી હતી. નોકરીથી ઘેર આવતી વખતે થાકી જાઉં છું તેમ જણાવી તેણે રસોઇ બનાવવાનું પણ બંધ કર્યું હતું અને હોટેલથી જમવાનું મંગાવતી હતી.

ફેમિલી કોર્ટમાં સંજયે નોંધાવેલી ફરિયાદમાં પત્ની સામે એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે પ્રાચી પિયરમાં ચાલી જવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતી હતી. સંસાર ટકી રહે પત્નીની જીદથી વૃદ્ધ માતા-પિતાની પરવા કર્યા વિના સંજય અલગ રહેવા ગયો. અલગ રહ્યા પછી પણ ઝઘડા ચાલુ રાખ્યા હતા.

લગ્નનાં સાત વર્ષ સુધી પ્રાચીએ કેરિયર બનાવવાની વાત કરીને સંજયને સંતાનસુખથી વંચિત રાખ્યો હતો. પત્નીએ સાત વર્ષ સુધી તેને શરીરે હાથ સુધ્ધાં લગાવવા દીધો નથી. સંજયે પોતાના એડવોકેટ મારફતે અદાલતમાં છૂૂટાછેડાની અરજી કરી હતી.

તારા કરતાં મારો પગાર વધુ છે, હોટેલમાંથી જમવાનું મંગાવ

સંજયે આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની રસોઇ બનાવવાનો ઇન્કાર કરતી હતી અને રોજ હોટેલમાંથી જમવાનું મંગાવવાનો આગ્રહ કરતી હતી...તારા કરતાં મારો પગાર વધારે છે..અને હું નોકરી કરીને થાકી જાઉં છું..તેમ જણાવીને તેની પત્ની સતત માનસિક અત્યાચાર કરતી હતી.

પતિએ આખરે કંટાળી અદાલતમાં છૂૂટાછેડાની અરજી કરી

પત્નીના પ્રેમમાં પાગલ બનેલા પતિએ પત્નીનો ત્રાસ સહન કર્યો

અન્ય સમાચારો પણ છે...