તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 205 કિલો ફ્રૂટ ફુડ વિભાગે ફેંકી દીધું

205 કિલો ફ્રૂટ ફુડ વિભાગે ફેંકી દીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેરજનતાના આરોગ્યની સુખાકારી માટે પાલિકાની ફુડ વિભાગે પુન: એકશનમાં આવીને ખંડેરાવ માર્કેટની પાછળની વખારો, દુકાનોમાં દરોડા પાડીને કુત્રિમ રીતે પકવેલા 205 કિલો ફળોનો નાશ કરાવ્યો હતો. પાલિકાના ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યની સૂચનાથી ફુડ ઇન્સ્પેકટરોની ટુકડીએ ખંડેરાવ માર્કેટની પાછળ, વેરાઇ માતા ચોક,સિધ્ધથનાથ રોડ ખાતેની વખારો તથા દુકાનોમાં તપાસ કરી હતી. કેમિકલથી પકવેલા પાંચ કિલો આલુ,80 કિલો કેળા,50 કિલો કેરી અને 70 કિલો સફરજન મળી આવતાં તેને ફેંકી દેવડાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...