તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયત્રી આઇસ ફેક્ટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નાગરવાડાની ગાયત્રી આઇસ ફેક્ટીરમાં ગુરુવારે રાત્રે એમોનિયા ગેસ લિકેજ થતાં દોડધામ મચી ગઇ હતી.આસપાસના લોકો તેમજ રાહદારીઓને આંખમાં બળતરા તેમજ શ્વાસની તફલીફો ઉઠતા ફાયરબ્રિગ્રેડના લાશ્કરો સ્થળ પર પહોંચી જઇ લિકેજ બંધ કરી દીધું હતું.


ગાયત્રી આઇસ ફેક્ટરીમાં ગુરુવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે કોમ્પ્રેસરમાંથી એમોનિયા ગેસનો ડોઝિંગ કરતા સમયે અચાનક વાલ્વ લિકેજ થતા એમોનિયા ગેસ વાતાવરણમાં પ્રસર્યો હતો. ગેસના કારણે આસપાસના રહેતાં લોકો તેમજ રાહદારીઓને આંખમાં બળતરા ઉપરાંત શ્વાસોચ્છવાસની તકલીફ ઉભી થઇ હતી. અંગે ફાયરબ્રિગ્રેડને જાણ કરાતા લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતાં.

વડીવાડીના ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આઇસ ફેક્ટરીમાં એમોનિયા લિકેજ થતાં અમે સ્થળ પર પહોંચી જઇ બ્રિથીંગ એપ્રેટસ પહેરી લાઇનમાં પેકિંગ મૂકી લિકેજ બંધ કરી દીધું હતું તેમજ ગેસને ડાઇલ્યુટ કરી દીધો હતો. અંદાજે 15 થી 20 મિનિટમાં લિકેજ બંધ કરી દેવાયું હતું. એમોનિયા ગેસના કારણે આંખ અને છાતીમાં બળતરા, શ્વાસ લેવાય તેવી તકલીફો થઇ શકે.

નાગરવાડામાં એમોનિયા લીકેજથી દોડધામ મચી

લોકોને આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફ

આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજથી ગભરાટ વ્યાપ્યો

અન્ય સમાચારો પણ છે...