તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આગામી દિવાળીમાં વડોદરાથી કાશ્મીરની અેકપણ ટૂર નહીં જાય

આગામી દિવાળીમાં વડોદરાથી કાશ્મીરની અેકપણ ટૂર નહીં જાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથના યાત્રી માટે વીમો લેવાશે

ટ્રાવેલ્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

આવા વાતાવરણમાં કોણ જવા તૈયાર થાય?

પહેલગાંવ અટવાયેલી બસ હેમખેમ રવાના

સોમવારે રાત્રે અનંતનાગ પાસે વલસાડના અમરનાથ યાત્રીઓના બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આતંકવાદ અને તેમને મદદ કરનાર સ્થાનિક લોકો પ્રત્યે ફીટકાર વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવાળી વેકેશનમાં શહેરના ટૂર ઓપરેટર દ્વારા કાશ્મીરની ટૂર નહીં ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઉનાળુ વેકેશનમાં કાશ્મીરની ટુરમાં ગયેલા લોકોને પણ સ્થાનિક લોકોની ગેરવર્તણૂ઼ંકના અનુભવ થયા હતા. તેમાંય સોમવારે બનેલા આતંકવાદી હુમલાને પગલે શહેરીજનોમાં કાશ્મીરનો નજારો જોવા માટે ઇચ્છા નહીં હોવાનું ટ્રાવેલ્સ એસો. દ્વારા જણાવાયું હતું. વર્ષે પણ ગુજરાતમાંથી કાશ્મીરની ટુર પ્રત્યે પ્રવાસીઓની ઇચ્છા ઓછી હતી.ત્યારે વાતાવરણ જોખમ લેવું હીતાવહ નહીં હોવાનુ સંચાલકોનું માનવુ છે. જેને પગલે અત્યારથી કાશ્મીરની ટૂર નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.

અમરનાથ યાત્રામાં થયેલા આંતકવાદી હૂમલાને સમ્રગ દેશે વખોડી કાઢયો છે. ટ્રાવેલ સંચાલક દિવાનભાઇ દિલાવરે જણાવ્યંુ હતું કે અમરનાથ યાત્રા ચાલુ રહેશે આંતકવાદીઓથી અમે ગભરાવવાના નથી. યાત્રીઓની પૂરતી સુરક્ષા સાથે યાત્રા ચાલુ રાખવામાં આવશે સાથે હવે અમરનાથ જનાર યાત્રીઓ માટે વીમાનું સુરક્ષા કવચ પણ લેવામાં આવશે અને અમે અંગે સરકારમાં પણ માંગણી કરવાના છે.

શહેરના ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસો. આજે કલેકટરને આવેદન પત્ર આપી અમરનાથ યાત્રીએ ગયેલા યાત્રાળુને જે મદદ જોઇએ તે પહોંચાડવા તેયારી દર્શાવી હતી. એસો. દ્વારા ગઇકાલે હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતી યાત્રાળુઓને શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવ્યું હતું.

^ લોકો આવા વાતાવરણમાં કાશ્મીર જવા માટે તૈયાર થાય નહી.અમે હાલ કાશ્મીર અંગે વિચાર પણ નથી કરતા, ડહોળાયેલા વાતવરણમાં અમે જોખમ લેવા તૈયાર નથી. > દિનેશપટેલ,પ્રમુખ, વડોદરાટ્રાવેલ્સ એસો.

શહેરમાંથી અમરનાથ યાત્રા માટે 9 બસ ગઇ હતી. જે પૈકી મોટાભાગની બસ કાશ્મીરથી પરત નીકળી ગઇ છે. જ્યારે એક બસ સોમવારે પહેલગાંવ ખાતે અટવાઇ હતી. જે બસ મંગળવારે સવારે ત્યાંથી હેમ ખેમ નીકળી ગઇ છે.

શહેરના ટ્રાવેલ્સ સંચાલકો નિર્દોષ નાગરિકોની જિંદગીનું જોખમ લેવા તૈયાર નથી

અમરનાથ યાત્રા પરના હુમલાને પગલે ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસો.નો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...