તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાની સંકલ્પ દિવસના રૂપમાં ઉજવણી કરી

વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાની સંકલ્પ દિવસના રૂપમાં ઉજવણી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુપૂર્ણિમા રવિવારે રજાના દિવસે હોવાથી આજે સોમવારે સવારે પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વોકલ ડિપાર્ટમેન્ટ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અધ્યાપકોને પુષ્પો પાઠવી ગુરુ પ્રત્યેનો શ્રદ્ધાભાવ પ્રગટ કર્યો હતો. સાથે સાથે અધ્યાપકોએ વિદ્યાર્થીઓને વક્તવ્યના માધ્યમથી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવ્યું હતું.

પ્રસંગે ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ.રાજેશ કેલકરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં સંગીત ક્ષેત્રના ગુરુજનોના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા.

મહાન સંગીતકારોના પોતાના ગુરુજનો સાથેના સંબંધો અને સંગીત પ્રત્યેની તેમની સાધના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. દિવસે વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ એકબીજાને સમર્પિત રહીને સંગીતની સાધનામાં પ્રવૃત્ત રહેવાનો તથા સંગીતના માધ્યમથી સમાજને ઉપયોગી થવાનો સંકલ્પ કર્યો હતો.

ગુરુનું મહત્ત્વ વર્ણવતી રચનાઓને વિદ્યાર્થીઓએ પોતાના કંઠે ગાયન દ્વારા સામૂહિક રીતે રજૂ કરી હતી. આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રતિવર્ષ ગુરૂપૂર્ણિમા િનમિત્તે િવશેષ ઉજવણી કરવામાં આવે છે. તેમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના િવદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે. પરંતુ ચાલુ સાલે ગુરૂપૂર્ણિમા િનમિત્તે વધુ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યાપકો દ્વારા પ્રેરક પ્રવચન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામાં િવદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં સંગીત સાથે સમાજને ઉપયોગી થવાનો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો

પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વોકલ ડિપાર્ટમેન્ટ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...