તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અભયમની મદદથી પાંચ વર્ષથી છૂટા પડેલા દંપતી વચ્ચે મનમેળ

અભયમની મદદથી પાંચ વર્ષથી છૂટા પડેલા દંપતી વચ્ચે મનમેળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પતિપત્નીવચ્ચેની નજીવી તકરારમાં પાંચ વર્ષથી છૂટા પડેલા દંપતીનો મનમેળ કરાવવા વડોદરા અભયમ ટીમને મળેલી અરજીના આધારે કાઉન્સેલિંગ કરતાં દંપતીએ ફરી પોતાનો સંસાર વસાવ્યો હતો. વડોદરા શહેરમાં રહેતા મુકુંદ પરમાર(પાત્રોનાં નામ બદલ્યાં છે) નાં લગ્ન 10 વર્ષ પહેલાં સરલા સાથે થયાં હતાં. લગ્નજીવન બાદ દંપતીને 4 દીકરીઓ હતી. 4 વર્ષ અગાઉ દંપતી વચ્ચે સમાન્ય બાબતમાં રોજ ઝઘડા અને તકરાર થતાં રહેતાં. જે દરમિયાન મુકુંદને શહેરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતાં મુકુંદ સમય ઘરની બહાર રહેતો. ઉપરાંત આર્થિક રીતે પણ તેની પત્ની સરલાને અગવડો પડતી. મુકુંદના પ્રેમ સંબંધની જાણ સરલાને થતાં તેણે 5 વર્ષ પહેલાં ઘર છોડી પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.

પતિના પ્રેમ સંબંધની જાણ થતાં પત્નીએ ઘર છોડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...