તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બુટાના પ્રમુખ માટે ડાંગરવાલા અને શાહ વચ્ચે જંગ

બુટાના પ્રમુખ માટે ડાંગરવાલા અને શાહ વચ્ચે જંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

બરોડાયુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન (બુટા)ના પ્રમુખ પદ માટે કોમર્સ ફેકલ્ટીના બે અધ્યાપકો ડૉ.ઉમેશ ડાંગરવાલા અને પ્રો.જનક શાહ વચ્ચે સીધો જંગ જામશે. 15મી જુલાઇના રોજ બુટાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદો માટે ચૂંટણી યોજાશે.

મહારાજા સયાજીરાવ યુનિ.ના અધ્યાપકોમાં આધિપત્ય જમાવનાર બુટા એસોસીએશનની 15મી જુલાઇના રોજ ચૂંટણી યોજાનાર છે. બુટાના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી તથા સેક્રેટરી સહિતના પદો માટે ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે ફોર્મ ભરાયા બાદ પ્રમુખ પદ માટે કોમર્સ ફેકલ્ટીના બે અધ્યાપકો ડૉ.ઉમેશ ડાંગરવાલા અને પ્રો. જનક શાહ વચ્ચે સીધો જંગ ખેલાશે.

ઉપરાંત બુટાના ઉપપ્રમુખ પદ માટે કે.વી.આર.મૂર્તિ અને ધીરજ પટેલ વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે. જ્યારે જનરલ સેક્રેટરી માટે નિકુલ પટેલ, સેક્રેટરી-એડમીન પદ માટે ધમેન્દ્ર શાહ, જનક શાહ અને ધીરજ પટેલ પણ ફોર્મ ભર્યા હોઇ ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...