તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનિ. કૌભાંડમાં કમિટી દ્વારા વીસી અને રજિસ્ટ્રારની ઊલટતપાસ થશે

યુનિ. કૌભાંડમાં કમિટી દ્વારા વીસી અને રજિસ્ટ્રારની ઊલટતપાસ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરજી સંદર્ભે પોલીસમાં જવાબ લખાવ્યો

યુનિ.ના સીએઓ ઉમેશ ઓઝાએ ઝેરોક્ષકાંડના રૂપિયા ૧૪ લાખ તથા રૂપિયા ૧૨.૬૦ લાખનાં બિલો, વાઇફાઇમાં રૂપિયા ૨.૨૫ કરોડની ચૂકવણી, કમ્પ્યૂટર્સની ખરીદીમાં રૂપિયા ૧૦ હજાર વધારે ચૂકવવા તેમજ એલટીસીનાં બિલો નિયમ વિરુદ્વ પાસ કરવામાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે અને નાણાંકીય ગેરરીતિના કૌભાંડમાં વીસી-રજિસ્ટ્રાર સીધે-સીધાં જવાબદાર છે તેવો ગંભીર આક્ષેપ કરતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચ્યો હતો. આક્ષેપ બાદ તેને લગતી સીધી ફરિયાદ સીએઓ ઓઝાએ રાજ્ય સરકારને કરતાં ગાંધીનગર સુધી મામલો પહોંચ્યો હતો. આખરે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ બાદ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસે જસ્ટિસ ધીરેન કારિયાના કન્વીનર પદે પાંચ સભ્યોની તપાસ કમિટીની રચના કરીને તપાસ સોંપી હતી. જસ્ટસ ધીરેન કારિયા ઉપરાંત કમિટીમાં પ્રો.નરેશ વેદ, સીએ જયેશભાઇ, સીએ સંજીવ શાહ અને ભાસ્કર તન્નાની સભ્ય તરીકે નિમણૂક કરાઇ હતી. પાંચ સભ્યોની ગત શનિવારના રોજ યુનિ.ની હેડ ઓફિસ ખાતે પ્રથમ બેઠક મળી હતી. પ્રથમ બેઠકમાં સભ્યોના પરિચય બાદ તપાસ કમિટીને જસ્ટિસ કારિયા કમિટી નામ આપવાની સાથે સાથે ચારથી પાંચ કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં સમગ્ર તપાસના સંદર્ભમાં લાઇન ઓફ એક્શન નક્કી કરવાની સાથે સભ્યોએ પોતાના વિષયને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ કમિટીએ 360 ડિગ્રી એંગલથી તપાસ કરવાની સાથે સાથે કોઇપણ બાબત રહી જાય તે રીતે તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. તપાસ કમિટી તમામ હિસાબી બાબતોનું તલસ્પર્શી ચકાસણી કરીને નાણાંકીય ગેરરીતિ થઇ છે કે કેમ તેનો રિપોર્ટ કન્વીનર જસ્ટીસ કારિયાને સોંપશે. તપાસ કમિટીને પોતાની તપાસમાં આક્ષેપ કરનાર સીએઓ ઉમેશ ઓઝા તથા વીસી પ્રો. પરિમલ વ્યાસ અને રજિસ્ટ્રાર ડૉ.નિરજા જયસ્વાલને બોલાવીને પણ તેમના જવાબો નોંધશે.આ અંગે વીસીએ જણાવ્યું હતું કે નાણાંકીય કૌભાંડના આક્ષેપોની તપાસ કરવા માટે નિમાયેલી જસ્ટિસ કારિયાની તપાસ કમિટીની પ્રથમ બેઠક શનિવારના રોજ મળી હતી. કમિટીએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

કમિટીએ પ્રથમ બેઠક યોજી તપાસનો પ્રારંભ કર્યો, તબક્કાવાર નિવેદન લેશે

જસ્ટિસ કારિયાની કમિટી તત્કાલીન સીએઓને પણ બોલાવશે

મને હટાવવાનો યુિન.ને અધિકાર નથી: ઓઝા

અન્ય સમાચારો પણ છે...