તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માસિક બચત યોજનાના નામે છેતરપિંડી

માસિક બચત યોજનાના નામે છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.72 લાખની ઠગાઇ કરનાર શખ્સ જેલભેગો

માસિકબચત યોજનાના નામે ડબલ અને ત્રણ ગણું વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી 72 લાખની ઠગાઇ કરનારા જીતેન્દ્ર પાટિલના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે તેને જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.જીતેન્દ્ર પાટિલે રજૂ કરેલી જામીન અરજી પણ અદાલતે નામંજૂર કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે જીતેન્દ્ર પાટિલે અન્ય કયાં રોકાણો કરેલાં છે તેની તપાસ યથાવત્ રાખી છે.

કિશનવાડીની મહિલા હંસા પરમારે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે જીતેન્દ્ર પાટિલની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...