• Gujarati News
  • National
  • ટેન્કર અને જીપ ભટકાતાં 14 મુસાફરોને ઇજા

ટેન્કર અને જીપ ભટકાતાં 14 મુસાફરોને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલીનાપોઇચા પાસે આજે વહેલી સવારે ટેન્કર અને જીપ વચ્ચે અક્સમાત થતાં જીપમાં સવાર 14 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાવલીના પોઇચા તરફથી મુસાફરો ભરીને હાલોલ તરફ જતી તુફાન જીપ ગુરુવારે વહેલી સવારે પાંચ વાગે પોઇચા ચોકડી પાસેથી પસાર થતી હતી. દરમિયાન સામેથી આવતી ટેન્કર સાથે સર્જાયેલા અકસ્માતને પગલે જીપ પલટી ખાઇ ગઇ હતી. જીપના ડ્રાઇવર સહિત 14 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલા ઇજાગ્રસ્તોની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે સાવલી પોલીસે જીપ ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...