• Gujarati News
  • National
  • મેડિકલ કોલેજમાં તબીબને ત્રાસ અંગે તપાસ શરૂ કરાઈ

મેડિકલ કોલેજમાં તબીબને ત્રાસ અંગે તપાસ શરૂ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એસ.એસ.જીમાંરાત્રિના સમયે ફરજ દરમિયાન મોબાઇલ ફોનનું ચાર્જર મોડું લાવવાના મુદ્દે સિનિયર રેસિડન્ટ તબીબ અને જુનિયર રેસિડન્ટ તબીબ વચ્ચે થયેલી બોલાચાલી-ખરાબ વર્તનના સંદર્ભે નિમાયેલી તપાસ કમિટીએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. આગામી એક સપ્તાહની અંદર કમિટી પોતાનો રિપોર્ટ મેડિકલ કોલેજના ડીનને સોંપશે.

ડીન પ્રો.એ.ટી.લેઉઆએ સિનિયર અધ્યાપકોને તપાસ સોંપી છે. જુનિયર-સિનિયર તબીબો વચ્ચે શિસ્તના અભાવના મામલે તપાસ સોંપાઇ છે.

એક સપ્તાહની અંદર કમિટી રિપોર્ટ આપશે

અન્ય સમાચારો પણ છે...