• Gujarati News
  • National
  • મેડિકલ કોલેજમાં PGની સીટો વધવાની શકયતા

મેડિકલ કોલેજમાં PGની સીટો વધવાની શકયતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીસંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં પીજીની ૧૧૬ જેટલી બેઠકો છે. આવનાર દિવસોમાં પીજીની બેઠકોમાં અંદાજે ૩૫ બેઠકો વધે તેવી સંભાવના ઉભી થઇ છે. એમસીઆઇ દ્વારા આગામી દિવસોમાં બરોડા મેડિકલ કોલેજમાં સરપ્રાઇઝ વિઝિટ થશે. વિઝિટ દરમિયાન મેડિકલ કોલેજમાં પીજીની બેઠકો વધે તેવી શક્યતાઓ વધી છે. બરોડા મેડિકલ કોલેજમાં હાલમાં પીજીની જુદી-જુદી બ્રાન્ચની ૧૧૬ બેઠકો છે. બેઠકોમાં ૩૫ જેટલી બેઠકોનો વધારો થાય તેવી સંભાવના ખુદ બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશો પણ નિહાળી રહ્યા છે. બરોડા મેડિકલ કોલેજમાં પીજીની ૩૫ બેઠકો વધવાને કારણે પીજીની કુલ બેઠકો ૧૫૦ને આંબી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બરોડા મેડિકલ કોલેજમાં પીજીની બેઠકો વધારવાના મુદ્દે એમસીઆઇને મોકલાયેલા કાગળો પૈકી એક કાગળ સંદર્ભે કોલેજ પાસેથી માહિતી માંગતાં મેડિકલ કોલેજના સત્તાધીશોમાં તેની માહિતી એકત્રિત કરવા માટે ભારે દોડધામ મચી ગઇ હતી. આખરે ચાર કલાક બાદ માહિતી ગાંધીનગરમાં મંજૂર કરાવી એમસીઆઇને મોકલાઇ હતી.

હાલમાં 116 બેઠકોનો આંક 150 થશે?

આગામી દિવસોમાં MCIની વિઝિટ થશે

અન્ય સમાચારો પણ છે...