• Gujarati News
  • National
  • બીલીમોરામાં પવનના કારણે વીજ પુરવઠાને અસર

બીલીમોરામાં પવનના કારણે વીજ પુરવઠાને અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદામાં હોળીના હાટ બજારમાં ઘરાકી ઓછી રહેતા વેપારીઓમાં નિરાશા

બીલીમોરાપંથકમાં હાલ લોકો મીશ્રઋતુનો અનુભવ કરી રહયા છે.જેમાં આજે સવારે વાતાવરણ એકદમ પલટાયું હતું અને વાદળો છવાઇ ગયા હતા અને વરસાદી વાતાવરણનો અનુભવ લોકોએ કર્યો હતો.બદલાવેલા વાતાવરણનાં કારણે ખેતીના પાકને નુકશાનીની ભીતી ખેડૂતો જોઇ રહયા છે. હાલ ઘણી જગ્યાએ લોકો મીશ્રઋતુનો અનુભવ કરી રહયા છે.જેમાં સવારે અને રાત્રી દરમિયાન ગુલાબી ઠંડી અનુભવી રહયા છે.જ્યારે બપોરે અસહય ઉકળાટ અને ગરમીનો અનુભવ કરી રહયા છે.જેમાં આજે સવારે પથંકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા આકાશમાં અચાનક વાદળો ઘેરાઇ જવા પામ્યા હતા અને લોકોએ વરસાદી વાતાવરણનો અનુભવ કર્યો હતો.જ્યારે બપોર બાદ ફરી પલ્ટો આવતા વાતાવરણમાં વાયરો નીકળ્યો હતો અને રસ્તા ઉપર ધુળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.



વાતાવરણમાં જાણે કે વરસાદી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ ઉભું થયું હતું.જોકે બીલીમોરામાં વરસાદ પડ્યો હતો પરંતુ બીલીમોરાની આજુબાજુના વિસ્તારમાં માવઠા પડ્યા હતા. બપોર બાદ પવનને કારણે એમજી રોડ પર નાળિયેરીનું એક છટ્યું વીજતારો ઉપર પડતા દોઢ કલાક માટે વિજ પુરવઠો પણ ખોરવાયો હતો.જોકે જીઇબીની ટીમ તુરંત તેને દુરસ્ત કરવા કામે લાગી હતી.

આદિવાસીઓ હોળીનો તહેવાર હોય ત્યારે હાટવાડામાંથી ખરીદી કરે છે

વાંસદા હોળીના હાટ બજારમાં ઉમટેલો માનવ મહેરામણ અને ભવાનીમાતા તસ્વીરમાં નજરે પડે છે. તસવીરતુલસીદાસ વૈષ્ણવ

વાંસદામાં રાજસ્થાની પરિવારો દ્વારા હોળીની ઉજવણી શરૂ

હોળી પર્વ આવતાની સાથે વાંસદા વિસ્તારમાં રાજસ્થાની મહિલાઓએ ગ્રુપમાં ડફલી (સાંગ) વગાડી નૃત્ય કરી ફાગણીયા ગાઈ વાંસદા વિસ્તારના ફળિયામાં ફાગ ઉઘરાવતા નજરે પડે છે. તસવીર- તુલસીદાસ વૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...