• Gujarati News
  • National
  • ભરૂચના નવા કેબલ સ્ટેઇડ બ્રિજ પર માત્ર મુંબઇથી આવતા વાહનો પસાર થશે

ભરૂચના નવા કેબલ સ્ટેઇડ બ્રિજ પર માત્ર મુંબઇથી આવતા વાહનો પસાર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધીમાં 50,000 વાહનચાલકોએ નવા બ્રિજનો રોમાંચ માણ્યો

નર્મદા નદી પર 379 કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચથી તૈયાર થયેલાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજને મંગળવારથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 50,000 કરતાં વધારે વાહનચાલકો નવા બ્રિજ પરથી પસાર થવાનો રોમાંચ માણી ચુકયાં છે. કેબલ સ્ટેઇડ બ્રિજનું આર્કષણ હજી પણ યથાવત રહયું છે. નવા બ્રિજ પરથી ફોર લેનમાં મુંબઇ તરફથી આવતાં વાહનો પસાર થવા દેવામાં આવે છે અને બ્રિજની ડીઝાઇન પણ વન-વે માટે તૈયાર કરવામાં આવી હોવાનું એનએચએઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું. ઝાડેશ્વર નજીક નર્મદા નદી પર હવે ત્રણ બ્રિજ હયાત છે જેમાં નવો સરદારબ્રિજ, જુનો સરદારબ્રિજ અને કેબલ સ્ટેઇડ બ્રિજનો સમાવેશ થાય છે. નવા અને જુના સરદારબ્રિજની બે-બે લેન મળી ફોર લેનમાંથી વડોદરા તરફથી આવતાં વાહનો પસાર થશે જયારે નવા બ્રિજની ફોર લેનમાંથી મુંબઇ તરફથી આવતાં વાહનો પસાર થશે. ભવિષ્યમાં પણ આજ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવશે. જો નવા કે જુના સરદારબ્રિજને રીપેરિંગ માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થશે તો નવા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી ટુ વેમાં વાહનો પસાર થવા દેવાશે.

અન્ય સમાચારો પણ છે...