તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અગાઉ ઓપરેશનના અને હવે દવાના પૈસાની ચોરી

અગાઉ ઓપરેશનના અને હવે દવાના પૈસાની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆજવા રોડ પર ચામુંડાનગરમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવીની 9 વર્ષની પુત્રીના હૃદયના વાલ્વના ઓપરેશન માટે ભેગા કરેલા ~1.25 લાખની ચોરી થયા બાદ 8 માસમાં ફરીથી શ્રમજીવીના મકાનમાં તસ્કરોએ ~10,000ની ચોરી કરતાં પરિવાર હતપ્રભ થઇ ગયો છે. પુત્રીની દવા અને ફી માટે પરસેવો પાડીને ભેગી કરેલી રકમ ચોરાઇ જતા પરિવારને પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. નાનકડી 9 વર્ષની બાળકીના હૃદયના વાલ્વના ઓપરેશન માટે ભેગી કરેલી રકમની ચોરી થઇ હોવાનું ધ્યાનમાં આવતાં ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સૂચનાથી બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ ફ્રી ઓપરેશન કરાયું હતું, પણ હવે ફરીથી ~10,000ની રોકડની ચોરી થતાં પરિવારની સ્થિતિ કફોડી બની છે.

આજવા રોડ સ્થિત ચામુંડાનગર-2માં રહેતા અને પ્લમ્બિંગ કામ કરતા સંદીપ ભાસ્કર વસાવાના મકાનમાં આઠ માસમાં ફરી ચોરી થઇ હતી.ચામુંડાનગરમાં તેમના મકાનની સામે બીજું મકાન આવેલું છે. ગત શુક્રવારે રાત્રે તેઓ તેમના બીજા મકાનમાં સૂવા ગયા હતા.દરમિયાન રાત્રીના સમયે તસ્કરોએ સંદીપ વસાવાના બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી ~10,000 ની ચોરી કરી હતી.સંદીપ વસાવાએ કિશનવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત 25 જુલાઇએ સંદીપ વસાવાના મકાનમાં તસ્કરોએ ~1.25 લાખની રોકડ રકમ અને દાગીના મળીને ~2.16 લાખની મતાની ચોરી કરી હતી. વસાવા પરિવારે 9 વર્ષની પુત્રી જ્યોતિના હૃદયના વાલ્વના ઓપરેશન માટે ~1.25 લાખની બચત કરી હતી, જેની ચોરી થઇ હતી.

આજવા રોડ પર રહેતા પરિવારે 9 વર્ષની પુત્રીના હૃદયના વાલ્વના ઓપરેશન માટે ભેગા કરેલા ~1.25 લાખ ચોરાઇ ગયા બાદ શહેર પ્રમુખ-મેયર ભરત ડાંગર, સાંસદ રંજન ભટ્ટ અને વોર્ડ નંબર 4ના કાર્યકરોની ટીમે પરિવારની પડખે રહીને પુરતી મદદ કરી હતી. વોર્ડ 4ના પ્રમુખ અજીત દધીચે જાણ કરતા શહેર ભાજ પ્રમુખ ભરત ડાંગર સંદીપ વસાવાના ઘેર ગયા હતા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે સંદીપ વસાવાને ફોન પર વાત કરાવતા તેમણે કોઇ ચિંતા કર્યા વગર નાનકડી પુત્રીના ઓપરેશનનો સંપુર્ણ ખર્ચો સરકાર ઉપાડશે તેમ હૈયાધારણા આપી હતી.સરકારની મદદથી બાળકીની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઇ હતી.

ગતરાતે અચાનક વીજળી ગુલ થઇ ગઇ હતી, જેથી ગરમી લાગતાં મેં બારી ખોલી હતી. તે સમયે મારા મકાનની સામે આવેલા મારા બીજા મકાનનો દરવાજો ખુલ્લો જણાયો હતો અને થોડી વારમાં એક શખ્સ ઘરમાંથી બહાર નિકળ્યો હતો, જેથી હું તુરત ઘરમાંથી બહાર નિકળ્યો હતો અને બૂમાબૂમ કરીને શખ્સનો પીછો કર્યો હતો. જો કે આગળ જતાં તસ્કર તેમની પર પથ્થરો ફેંકીને ભાગી ગયો હતો.તેની પાસે હથિયાર હોવાની પણ મને આશંકા છે. શખ્સે માથે ટોપીવાળું જેકેટ પહેર્યું હતું.આ રકમ મારી પુત્રીની દવા અન ફી માટે ભેગી કરી હતી. (ઘરમાલિક સંદીપ વસાવા સાથેની વાતચીત અનુસાર )

દવા અને ફી માટે રકમ ભેગી કરી હતી

ફર્સ્ટ પર્સન

આજવા રોડના પરિવારની માઠી દશા

અન્ય સમાચારો પણ છે...