તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંજલપુરમાંથી ચોરી કરનાર યુવાન ઝડપાયો

માંજલપુરમાંથી ચોરી કરનાર યુવાન ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરનામયુરેશ ફ્લેટમાં ~23,000ની મતાની ચોરી કરનાર યુવાનને પોલીસે ઝડપી 1 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા.

માંજલપુર મયુરેશ ફ્લેટમાં રહેતા મયંક રમેશભાઇ ત્રિવેદી ગત 5 ફેબ્રુઆરીએ બપોરે જમ્યા બાદ પોતાના ફ્લેટનો દરવાજો ખુલ્લો રાખી સૂઇ ગયા હતા. દરમિયાન આજવા રોડ પર આવેલા ચાચા નહેરુનગરમાં રહેતો ઇશ્વર મોહનલાલ લુહાર તેમના ઘરમાં ઘૂસ્યો હતો.

રહીશના પેન્ટના ખિસ્સામાં રહેલા રોકડા ~8,000 તેમજ કેમેરો મળી કુલ રૂપિયા 23,000ની ચોરી કરી યુવાન નાસી છૂટ્યો હતો. દરમિયાન પોલીસે કેમેરો વેચવા જતા ઇશ્વરને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે મિત્ર અક્ષય ઉર્ફે મોન્ટુ નગીનભાઇ સોલંકી રહે. માંજલપુર સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઇશ્વરની ચોરીના કેમેરા સાથે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી રોકડા 8,000 કબજે કરવાની કવાયત હાથ ધરી અન્ય આરોપી અક્ષયની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...