તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકોટા બ્રિજ નીચે લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ

અકોટા બ્રિજ નીચે લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાધમધમતા માર્ગોમાં અકોટા દાંડિયાબજાર બ્રિજનો સમાવેશ થાય છે અને ત્યાં મોડી રાત સુધી નાગરિકોનાં ટોળેટોળાં ઉમટતાં હોય છે. પરંતુ, બ્રિજ નીચેથી પસાર થતી પાણીની લાઇનમાં રાતોરાત ભંગાણ પડ્યું હતું અને તેમાંથી પાણીની રેલમછેલ થઇ રહી છે.

નવાઇની વાત તો એવી છે કે, માર્ગ પરથી પસાર થતા નાગરિકોની નજરે લીકેજ પડ્યું છે પરંતુ, સેવાસદનના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો પસાર થતો હોવા છતાં કોઇની નજરે લીકેજ દેખાયું નથી. મામલે સેવાસદનના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભીમનાથ બ્રિજ પાસે પાણીની લાઇન ફોડવામાં આવી હોવાની ઘટના જાણમાં આવતાં તેની મરામત કરવામાં આવી હતી પરંતુ અકોટા દાંડિયાબજાર બ્રિજ નીચે કોઇ લાઇન લીકેજ હોવાની જાણકારી નથી. જોકે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરાશે.

ઉનાળામાં પાણી કાપના સંજોગો વચ્ચે સમસ્યા સર્જાઇ

પાણી લાઇનમાં રાતોરાત ભંગાણ પડતા પાણીની રેલમછેલ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...