તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાળામાં પ્રવેશ મળતાં બે િવદ્યાર્થિનીઓએ ધરણાં કર્યાં

શાળામાં પ્રવેશ મળતાં બે િવદ્યાર્થિનીઓએ ધરણાં કર્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બહાર અમીતા નાયક તથા કિષ્ણા સોલંકી તથા તેમના વાલીઓ ફર્ટિલાઇઝર સ્કૂલમાં પ્રવેશ નહિ મળવાના મુદ્દે ધરણાં પર બેઠાં હતાં. ધરણાં પર બેસેલાં વિદ્યાર્થિનીઓ તથા તેમના વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે ડીઇઓએ પત્ર લખી આપ્યો હોવા છતાં પણ સંચાલક પ્રવેશ આપતો નથી. બીજી તરફ રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિદ્યાર્થિનીઓને હાથો બનાવીને ઓફિસમાં ભારે હંગામો મચાવી મૂક્યો હતો. ડીઇઓએ સ્કૂલના પ્રિન્સિપાલને મુદ્દે તાત્કાલિક વાત કરી હતી જેના પગલે સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાની બાંયધરી આપી દીધી હતી. જોકે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ત્યારબાદ પણ હંગામો જારી રાખી ફ્લોર પર બેસી ગયા હતા. સતત બે કલાક સુધી કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવી મૂક્યો હતો જેના પગલે પોલીસે આમ આદમી પાર્ટીના 12 જેટલા કાર્યકરોને ટીંગાટોળી કરીને કચેરીની બહાર કાઠી તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

DEOની ઓિફસમાંથી આપના કાર્યકરોને ટીંગાટોળી કરી કાઢ્યાં

અન્ય સમાચારો પણ છે...