• Gujarati News
  • National
  • જૈનાચાર્ય પૂ.ધર્મધૂરંધરસૂરીના ચાતુર્માસિક પ્રવેશનું સામૈયું

જૈનાચાર્ય પૂ.ધર્મધૂરંધરસૂરીના ચાતુર્માસિક પ્રવેશનું સામૈયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનાચાર્યપૂ.ધર્મધૂરંધરસૂરી મહારાજના ચાતુર્માસિક અનુષ્ઠાનનું સામૈયું યોજાયું હતું. જૈનાચાર્યના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વરઘોડો યોજવામાં આવ્યો હતો.

જૈનાચાર્ય મ.સ.યુનિવર્સિટીના જૈન એકેડમીમાં વિદ્યાર્થીઓને કર્મના સિદ્ધાંત તથા જૈન દર્શન વિષય પર ભણાવશે એવી જાહેરાત પ્રસંગે કરવામાં આવી હતી. સામૈયા અને શ્રીસંઘ પ્રવેશ બાદ માંજલપુર પટેલ વાડી ખાતે યોજાયેલ વ્યાખ્યાનમાં જૈનાચાર્યે જણાવ્યું હતું કે, આજે વિવિધ રાજ્યોમાંથી લોકો આવ્યા હોવાથી અહીં મિનિ ઇન્ડિયાનાં દર્શન થઈ રહ્યાં છે. વડોદરાના તમામ 36 જૈનસંઘોના ભક્તોને અહીં જોતાં આનંદની અનુભૂતિ થાય છે. માણસે આળસ છોડીને જીવનને માનવજીવન માટે સાર્થક બનાવવું જોઈએ. મ.સ.યુનિવર્સિટીની જૈન એકેડમીના પ્રો.ક્રિશ્નન્ ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રસંગે જૈનાચાર્યના જૈન દર્શન વિશેનાં વ્યાખ્યાન જૈન એકેડમી માટે યોજવાની જાહેરાત કરી હતી. વ્યાખ્યાન આધારે પરીક્ષા લઈને પાસ થનારને સર્ટિફિકેટ પણ અપાશે.

જૈનાચાર્ય મ.સ.યુનિ.ની જૈન એકેડમીમાં ક્લાસ લેશે

વિદ્યાર્થીઓને કર્મના સિદ્ધાંત વિષય પર શિક્ષણ અપાશે

જૈનાચાર્યના ચાતુર્માસિક પ્રવેશ નિમિત્તે માંજલપુરમાં વરઘોડો યોજાયો હતો.