• Gujarati News
  • National
  • જમનાબાઇમાં સેવા આપતા પ્રજ્ઞાચક્ષુ ફિઝિયોથેરાપિસ્ટ

જમનાબાઇમાં સેવા આપતા પ્રજ્ઞાચક્ષુ ફિઝિયોથેરાપિસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PM નરેન્દ્ર મોદીને સારવાર આપી હતી

સામાન્ય સંજોગોમાં દિવ્યાગોને અન્ય લોકોની સેવા અને તબીબી સારવારની જરૂર હોય છે તેમ માનવામાં આવે છે. પરંતુ ‘મન હોય તો માળવે જવાય’ તે કહેવતને સાર્થક કરી હોઇકોર્ટના હુકમ બાદ દિવ્યાંગો દ્વારા રાજ્યમાં ફિઝિયોથેરાપીની સારવાર માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. 1990માં ચિમનભાઇ સરકાર દ્વારા ચાર દિવ્યાંગોને સરકારી નોકરી પર લેવામાં આવ્યા હતા. જેઓ મહેસાણા, ભરૂચ, નવસારી અને વડોદરા ખાતે ફરજ બજાવે છે. અંદાજે 25 વર્ષની નોકરી પૂરી કરી ચૂકેલા ડો. રામાણી રાજકોટ, અમરેલી, ગાંધીનગર ફરજ બજાવી ચૂક્યા છે. ફિઝિયોથેેરાપિસ્ટ તરીકે તેમને દર્દીના અંગને સ્પર્શ કરવો પડે છે. દર્દીમાં મહિલાઓ પણ સામેલ હોય છે.ત્યારે ડો. રામાણી કહે છે કે આજ સુધી એક પણ મહિલાને અણછાજતો સ્પર્શ તેમનાથી થયો નથી. સાથે તમનેે મહિલા દર્દીઓએ લખી આપેલાં પ્રશસ્તિપત્રો પણ દર્શાવે છે.

જમનાબાઇ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.પી.જી.રામાણી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કમરમાં દુખાવો થતાં તેઓ સારવાર આપવા તેમના બંગલે જતા હતા. સિવાય તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ , આઇ.કે. જોડેજા અને વજુભાઇ વાળાને સારવાર આપી ચૂક્યા છે.

ભાજપ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને લેવાનું બંધ કરવામાં આવ્યું

ગુજરાતમાંભાજપ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને સરકારી નોકરીમાં લેવાનુ બંધ કરવામાં આવ્યું છે. એક બાજુ ભાજપ સરકાર દિવ્યાંગો માટે અનેક યોજનાઓ બનાવી તેમને પ્રોત્સાહન આપે છે. ત્યારે સરકારી નોકરીમાં તેમની ઉપેક્ષા દુ:ખદ બાબત હોવાનું ડો. રામાણીએ જણાવ્યું હતું. રાજ્યમાં અંદાજે 150 જેટલા દિવ્યાંગ ફિઝિયોથેરાપિસ્ટ ખાનગી ક્ષેત્રે ફરજ બજાવે છે.

1990 બાદ આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને લેવાનું બંધ કરાયું

રાજ્યમાં માત્ર 4 દિવ્યાંગો સરકારી નોકરી કરે છે

અન્ય સમાચારો પણ છે...