ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

શહેરનાબાપોદ સ્થિત નૂર્મના આવાસોની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રસ્ત મહિલાઓ સહિતના રહીશોએ આંગવાડીને તાળાબંધી કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.

આંગણવાડીઓને સુવિધાસભર બનાવવા માટે કમિશનરે સપનુ બતાવ્યુ્ં છે ત્યારે બાપોદની આંગણવાડીમાં સ્થિતિ કાંઇક જુદી વર્તાઇ રહી છે.બાપોદ ખાતે નૂર્મના આવાસો બંધાયેલા છે અને તેના રહીશોના ભૂલકાઅો માટે ત્યાં આંગણવાડી કાર્યરત છે. પરંતુ, આંગણવાડીમાં સિલીંગ ફેનની સુવિધા નથી. એટલું નહીં, આંગણવાડીના પ્રવેશદ્વાર પાસે ગટર પણ ખુલ્લી છે અને ઢાંકણા મૂકવાની તસ્દી લેવામાં આવતા ત્યાં કોઇનો ભોગ લેવાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. આવી અસુવિધાથી ભરપૂર આંગણવાડીથી ત્રસ્ત મહિલાઓ સહિતના રહીશો ત્યાં ગયા હતા અને ખુલ્લી આંગણવાડીને તાળુ મારી દઇને પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

બાપોદ આંગણવાડીમાં સુવિધા નહીં અપાતાં તા‌ળાબંધી કરાઈ