નિઝામપુરામાં માર મારી 1500 લૂંટી લીધા
શહેરનાનિઝામપુરા વિસ્તારમાં પાર્થ ટ્રાવેલ્સની ઓફિસ પાસે યુવાનને નજીવા મુદ્દે માર મારીને તેના ખિસ્સામાં રહેલા 1500 રૂપિયા કાઢી લઇ શખ્સ ફરાર થઇ ગયો હતો. નવાપુરામાં રહેતા સાબીરહુસેન ચાંદમિયાં શેખે ફતેગંજ પોલીસને જણાવ્યું હતું કે શનિવારે રાત્રે 10-30 વાગ્યાના અરસામાં તે નિઝામપુરા પાર્થ ટ્રાવેલ્સની ઓફિસ પાસે ઉભો હતો, ત્યારે સાબીદહુસેન અબ્દુલ કરીમ શેખ (રહે, ખુશ્બુ પાર્ક, તાંદલજા)એ તેની સાથે નજીવા મુદ્દે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને લાફા મારીને તેના ખિસ્સામાંથી 1500 રૂપિયા કાઢી લીધા હતા. શખ્સે તેને હથોડી જેવા સાધનથી માર માર્યો હતો.
નજીવા મુદ્દે બોલાચાલી કરી ઝઘડો કર્યો