તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઘારમાં અટવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સમા સાવલી રોડ પર રહેતા યુવાને આધાર કાર્ડ મેળવવા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ આધાર કાર્ડમાં છબરડા જોવા મળતાં હવે તેને આધાર કાર્ડની ભૂલો સુધારવા માટે પણ ફરીથી કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આધાર કાર્ડમાં યુવાનની પોતાની તથા પુત્ર અને માતાની જન્મતારીખ અને જન્મનો મહિનો એકસરખો તથા વર્ષ અલગ અલગ દર્શાવવામાં આવ્યાં છે. આધાર કાર્ડમાં નામ અને ઉંમર અને સરનામામાં અસંખ્ય ભૂલો હોવાથી નાગરિકોને સુધારાવધારા કરવા સહિતની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્ર સરકારે આધારકાર્ડને ફરજિયાત કર્યું છે .બેન્ક એકાઉન્ટ, આવકવેરા રિટર્ન, ગેસ સબસિડી સહિતની સરકારી પ્રક્રિયામાં આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે. જેના કારણે આધારકાર્ડ મેળવવા માટે લોકોનો ધસારો જોવા મળે છે. આધાર કાર્ડ બનાવવા માટે ખાનગી એજન્સીઓને કામ અપાયું છે. જોકે આધાર કાર્ડમાં અસંખ્ય ભૂલો થતી હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગલોમાં રહેતા વિપુલ શાહે જણાવ્યું હતું કે તેમણે ત્રણ વર્ષ પહેલાં આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયા કરી હતી પણ રિજેકટ થયા બાદ તાજેતરમાં માર્ચ માસમાં ફરીથી પ્રક્રિયા કરી હતી. જો કે તેમનું આધાર કાર્ડ તૈયાર છે અને ટૂંક સમયમાં મળી જશે તેવો મોબાઇલ પર સંદેશો આવ્યા પછી પણ 15 દિવસ વીતી ગયા છે પણ તેમને આધાર કાર્ડ મળ્યું નથી. તેમણે વેબસાઇટ દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કર્યા પછી આધાર કાર્ડ જોતાં તેમની, તેમની માતા અને તેમના પુત્રની જન્મ તારીખ અને જન્મનો મહિનો એકસરખો જોવા મળ્યો હતો, જ્યારે જન્મનુ વર્ષ અલગ અલગ જોવા મળ્યું હતું.આ મામલે તેમણે રજૂઆત પણ કરી હતી પણ તેમને યોગ્ય જવાબ પણ અપાયો હતો. આધાર કાર્ડમાં નામ, ઉંમર અને સરનામામાં અસંખ્ય ભૂલો જોવા મળે છે. ઘણાં લોકો એવાં પણ છે કે જેમના વેબસાઇટ પર આધાર કાર્ડ ઉપલબ્ધ છે પણ પોસ્ટ દ્વારા હજુ પણ આધાર કાર્ડ મળ્યાં નથી.

ભૂલ સુધારવાનાં ફોર્મ બહુ ઓછા લેવાય છે

લોકોએઆરોપ લગાવ્યો હતો કે આધાર કાર્ડમાં ભૂલ હોય તેને સુધારવા માટે ફોર્મ ભરવું પડે છે અને ફોર્મ તે જમા કરાવવા જાય ત્યારે પણ ફોર્મ લેવામાં આનાકાની કરાતી હોય છે. નવા આધાર કાર્ડ માટેનાં ફોર્મ વધુ લેવાય છે અને ભૂલ સુધારવા માટેનાં ફોર્મ જૂજ લેવાય છે.

વેબસાઇટ પર આધાર કાર્ડ ઉપલબ્ધ છે પણ પોસ્ટ દ્વારા હજુ પણ આધાર કાર્ડ મળતાં નથી

આધાર કાર્ડમાં ઘરનાં 3 સભ્યોની જન્મતારીખ સરખી

અન્ય સમાચારો પણ છે...