તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનિ.માં હંગામી કર્મચારીઅોની ભરતીમાં ~40 લાખનું કાૈભાંડ

યુનિ.માં હંગામી કર્મચારીઅોની ભરતીમાં ~40 લાખનું કાૈભાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિન્ડિકેટનો CAO વિરુદ્વનો રિપોર્ટ વીસીએ સરકારને આપ્યો

મોટાં માથાંઓના રાજકારણમાં યુનિ.નો વહીવટ અટવાયો

સિન્ડિકેટે નિમણૂકને બહાલી આપી છે : યુનિ.

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

MSUમાંસરકારના નિયમ વિરુદ્વ વિવિધ કચેરીમાં 150 ટેમ્પરરી કર્માચારીઓની ખોટી રીતે નિમણૂક કરાઇ છે અને સરકારના નિયમ વિરુદ્વ દર મહિને રૂપિયા 40 લાખની રકમ ચૂકવાય છે તેવા ચોંકાવનારા ઘટસ્ફોટ સાથે સરકાર નિયુક્ત ચીફ એકાઉન્ટ્સ ઓફિસરે યુનિ.ના વીસી-રજિસ્ટ્રાર સામે પુન: આક્ષેપ કરતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં ભારે હોબાળો મચી ગયો છે.

યુનિ.માં છેલ્લાં કેટલાંય વર્ષથી ટેમ્પરરી કર્મચારીઓની વિવિધ ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરાય છે. MSUમાં અંદાજે 260 જેટલા કર્મચારીઓ ટેમ્પરરી છે. જે પૈકી 150 કર્મચારીઓ તો એવા છે કે જેની સરકારના નીતિ-નિયમો મૂકીને યુનિ.ના સત્તાધીશોએ ગેરકાનૂની રીતે ભરતી કરી છે. ટેમ્પરરી કર્મચારીઓને સરકાર પગાર ચૂકવતી નથી.યુનિવર્સિટીના વીસી-રજિસ્ટ્રારની સહી દ્વારા ટેમ્પરરી કર્મચારીઓની નિયમ વિરુદ્વ નિમણૂક કરીને દર મહિને રૂપિયા 40 લાખનું કૌભાંડ આચરવામાં આવે છે તેવો ગંભીર આક્ષેપ યુનિ.માં સરકાર નિયુક્ત ચીફ એકાઉન્ટ્સ ઓફિસર ઉમેશ ઓઝાએ આજે કરતાં શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.

MSUમાં નાણાકીય કૌભાંડનો વીસી-રજીસ્ટ્રાર પર ગંભીર આક્ષેપ કરનારા સરકાર નિયુક્ત ચીફ એકાઉન્ટ્સ ઓફિસર ઉમેશ ઓઝાની 1 ડિસેમ્બરથી લઇને આજની તારીખ સુધીમાં તેમની હાજરી, ગેરહાજરી તેમજ તેમના વર્તન અંગેની મળેલી ફરિયાદો સાથેનો યુનિ.એ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટને સિન્ડિકેટની બેઠકમાં મૂકાયો હતો અને ત્યાં ચર્ચા-વિચારણા કર્યા બાદ શો કોઝ નોટિસ મોકલવાની સાથે સરકારને મોકલી આપ્યો હતો.

MSUના નાણાંકીય ગેરરીતીના કૌભાંડ આચરવાના ઉમેશ ઓઝાના આક્ષેપની સામે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ અને રજીસ્ટ્રાર ડૉ.નિરજા જયસ્વાલના પ્રતિઆક્ષેપ તથા સામ-સામેના રાજકારણના પગલે યુનિ.નો વહીવટ અટવાઇ પડ્યો છે. એમાંય યુનિ.માં સત્તાધારી પક્ષના સિન્ડીકેટ પક્ષોના બે જૂથ તથા અધ્યાપકો પણ ચીફ એકાઉન્ટ્સ ઓફીસર તથા યુનિ.ના વીસી-રજીસ્ટ્રારના સમર્થનના કેમ્પમાં જોડાઇ જતાં યુનિ.નો દરરોજના વહીવટને ગંભીર અસરો થવા લાગી છે. હવે નાણાંકીય બાબતોને લઇને ગભરાઇને પગલાં ભરી રહ્યા છે.

સત્તાધીશોએ 260 જેટલા ટેમ્પરરી કર્મચારીઓે પૈકી 150ની નીતિ-નિયમો નેવે મૂકીને ગેરકાનૂની રીતે ભરતી કરી!

મંજૂર થયેલી 1817 જગ્યાઓમાં હાલમાં 776 કર્મચારીઓ કાયમી છે

અન્ય સમાચારો પણ છે...