તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • VICમાં ઇકો બિલ્ડિંગ વિથ ઇકોનોમી પર ટોક યોજાશે

VICમાં ઇકો બિલ્ડિંગ વિથ ઇકોનોમી પર ટોક યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારેસવારે 10 વાગ્યે બરોડા સ્કૂલ અલ્કાપૂરી ખાતે વીઆઇસી (વડોદરા ઇનોવેટીવ કાઉન્સિલ) દ્વારા ‘ઇકો બિલ્ડિંગ વિથ ઇકોનોમી’ વિષય પર સ્પીકર અને નિષ્ણાંત બિનિશ દેસાઇની ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીકર બિનિશ દેસાઇ ઇકો ઇલેક્ટ્રીટ ટેક સંસ્થાનાં ફાઉન્ડર છે. ઇકો ઇલેક્ટ્રીક ટેકમાં તેઓ વેસ્ટ મટિરીયલને રિસાઇકલ કરવા વિશેનાં વિવિધ પ્રોજેક્ટમાં કામ કરે છે. ટોકમાં તેઓ એન્વાયરમેન્ટને કેન્દ્રમાં રાખીને પ્રોડક્શન કેવી રીતે કરવુ જોઇએ તે વિશે વાત કરશે. સાથે ઇનોવેશન અને એનવાયરમેન્ટને સાથે રાખીને પ્રોડક્ટ બનવવા વિશે ચર્ચા કરશે. જેમાં ખાસ કરીને કોઇપણ પ્રોડક્ટ બનાવવામાં તેનાં પર્યાવરણને થતા નફા કે નુકશાન વિષે પણ વાત કરવામાં આવશે. ટોકનાં બીજા સેસનમાં હેકેથોન કોમ્પિટિશનનાં વિનર સ્ટુડન્ટ્સનું ગ્રૂપ પણ ઇનોવેશનનાં વિવિધ વિષયો પર ચર્ચા કરશે. યોજાનાર ટોકમાં શહેરનાં તમામ લોકો જોડાઇ શકશે.
અન્ય સમાચારો પણ છે...